Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જૂની પેન્શન યોજના બાબતે ગાંધીનગર ખાતેના ધરણા કાર્યક્રમમા નર્મદાના જીલ્લાના શિક્ષકોનો જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે આજરોજ ધરણાં કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં મહત્વની માંગણીઓમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા બીજા અન્ય પ્રશ્નો સંદર્ભે નર્મદા જિલ્લાના 500 જેટલા શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ગાંધીનગર ખાતે આજે હાજર રહ્યા જેમણે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી
ઘણા લાંબા સમયથી ચાલતી શિક્ષકોની આ માંગણીઓ બાબતે સરકાર કોઈ નિરાકરણ ન લાવતા શિક્ષકોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ નું આયોજન કર્યું હતું જેમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના 500 જેવા શિક્ષકો જોડાયા છે

   
 
   
(10:45 pm IST)