Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાજપીપળા શહેરમાં ભારત ગેસના બોટલમાં ઓનલાઇન પે કર્યા બાદ પણ ભાવ વધારો વસુલાતા ગ્રાહકો નારાજ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં રાંધણ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થયો પરંતુ ભાવ વધારા પહેલાં ઑનલાઇન બુક કરેલા બોટલના ઓનલાઇન રૂપિયા ચૂકવી દીધા બાદ પણ બીલ માં 50 રૂપિયા વધારો આવતા ગ્રાહકોમાં નારાજગી જોવા મળતા ગ્રાહકોએ આ બાબતે સ્થાનિક ગેસ એજન્સી અને ભારત ગેસ કંપની ના ઓનલાઇન નંબર પર વાત કરતા સંતોષકારક જવાબ મળ્યો નથી
રાજપીપળાના વડીયા તરફ રહેતા રાજુભાઈ નામના એક ગ્રાહકે તેમનો ભારત ગેસના બોટલ બુક કર્યા બાદ ઑનલાઇન પેમેન્ટ પણ કરી દીધા બાદ બીજા દિવસે એજન્સી નો કર્મચારી બોટલ આપવા ગયો જ્યાં તેણે બિલમાં લખેલા રૂપિયા મુજબ ઓનલાઇન પે બાદ 50 રૂપિયા નો વધતો બિલમાં ઉમેરાઈને આવ્યો હોય જે 50 રૂપિયા ઉપરના રોકડ માંગતા ગ્રાહક સાથે રકજક થઈ ત્યારબાદ ગ્રાહકે એજન્સી અને કંપની માં ટેલીફોનીક વાત કરી પરંતુ ઓનલાઇન પે બાદ પણ બીલ ભાવ વધારા બાદ બન્યું હોવાથી તમારે 50 રૂપિયા ઉપર આપવા પડશે તેમ જણાવતા ગ્રાહકે ઓનલાઇન પે માં બતાવતા પેમેન્ટમાં કેમ વધારો બતાવતો નથી જેવા પ્રશ્નો કરવા છતાં બીલ મુજબ નું જ પેમેન્ટ તમારે આપવું પડશે તેવા જવાબો મળતા ગ્રાહક નારાજ જોવા મળ્યો હતો.

   
 
   
(10:43 pm IST)