Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અમદાવાદમાં કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાશેઃહાઈકમાન્ડ સાથે પોઝિટિવ વાતચીત: પ્રભાત દુધાતના સંકેત

દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેની નરેશભાઈ પટેલની બેઠક સફળ :ધારાસભ્ય પ્રભાત દૂધાતનું મોટું નિવેદન : બેઠક બાદ કોંગી ધારાસભ્યો સાથે પાટીદાર અગ્રણી નરેશભાઈ મોડી રાતે ગુજરાત પરત પહોંચ્યા

  • અમદાવાદ : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ  પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળો છેલ્લા બે ત્રણ મહિનાથી ચાલી રહી છે. નરેશભાઈ  પટેલ રાજકારણમાં જોડાશે તેવા સમાચારો ઘણા વહેતા થયા પરંતુ આજ દિન સુધી નરેશભાઈ  પટેલ આ અંગે કોઇ નિર્ણય લઇ શક્યા નથી. તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહી તે અંગે 15મે પહેલા ચિત્ર સ્પષ્ટ કરી દેશે તેવું સામે આવ્યું હતું. વળી જામનગરના એક કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે હું રાજકારણમાં જોડાવાનો છું તે નક્કી છે પરંતુ ક્યારે કોંગ્રેસમાં જોડાઈશ તે હજુ નક્કી નથી. ત્યારે હવે પાટીદાર આગેવાન નરેશભાઈ  પટેલની દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેની આજની બેઠક સફળ રહી હોવાનું જાણવા મળ્યું છે
  • આ બેઠક બાદ નરેશભાઈ  પટેલ 4 કોંગી ધારાસભ્યો સાથે ગુજરાત પરત પહોંચ્યા હતા. ત્યારે વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મીડિયાને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે,  હાઈકમાન્ડ સાથે પોઝિટિવ વાત થઈ છે અને નરેશ પટેલ અમદાવાદ ખાતે કોંગ્રેસમાં સામેલ થશે. આ સાથએ જ દૂધાતે તેમપણ જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં નરેશભાઈ  પટેલ કોંગ્રેસમાં જોડાશે.

    8 મેના રોજ રાજકોટ ખાતે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે નરેશ પટેલે બેઠક કરી હતી. જો કે ત્યારબાદ નરેશભાઈ  પટેલ કઇ રાજકીય પાર્ટીમાં જોડાશે તે હજી કંઇ નક્કી થયું નહોતું. ત્યારે આજે દિલ્હીમાં કોંગ્રેસી અગ્રણીઓ સાથે યોજાયેલી બેઠક સફળ નીવડી હોવાનું સામે આવ્યું છે. અને આગામી ટૂંકા સમયગાળામાં નરેશભાઈ  પટેલ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. 

(10:33 pm IST)