Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સુરતના રાંદેરમાં લોકમાન્ય વિદ્યાલયના શાળા સંચાલકોએ આચાર્યનું રાજીનામુ લઇ લેતા વિદ્યાર્થીઓ-વાલીઓમાં રોષ

આ મામલે મીટીંગ બોલાવી ચર્ચા વિચારણાના અંતે યોગ્ય નિર્ણય લેવા અંગે પણ શાળા તરફથી ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો

સુરતના રાંદેરમાં મોરા ભાગલમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયના શાળા સંચાલકોએ આચાર્યનું રાજીનામું લઈ લીધુ હોવાના અહેવાલથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. જોકે આગામી એક-બે દિવસમાં આ મામલે મીટીંગ બોલાવી ચર્ચા વિચારણાના અંતે યોગ્ય નિર્ણય લેવા અંગે પણ શાળા તરફથી ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

આચાર્યના રાજીનામાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ આચાર્યને પરત લેવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. શાળા બહાર વિદ્યાર્થી -વાલીઓના ભારે હોબાળાના પગલે શાળા ટ્રસ્ટી દ્વારા રાંદેર પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટના સ્થળે પોહચેલી રાંદેર પોલીસ મથકના પીઆઇ સહિતના સ્ટાફ દ્વારા ભારે સમજાવટ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. બીજીતરપ આચાર્ય જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓએ રાજીનામું આપ્યું નથી.કેટલાક આંતરિક પ્રશ્નો હતા. જે બાબતે મિટિંગ બોલાવવામાં આવી છે.હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. શાળાના ટ્રસ્ટીએ પણ નિવેદન આપ્યુ હતુ કે તેઓએ કોઈ રાજીનામું લીધું નથી.

(10:01 pm IST)