Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અમદાવાદીઓને ગરમીથી રાહત આપવા ટ્રાફિક પોલીસનો મોટો નિર્ણય: હવે બપોરે સિગ્નલ પર ઉભા નહીં રહેવું પડે

બપોરના સમયે અમદાવાદના 123 જેટલા સિગ્નલ બંધ રહેશે:57 જેટલા સિગ્નલો ચાલુ રખાશે પરંતુ જે સિગ્નલ ચાલુ રહેશે તમામ સિગ્નલનો સમય ઘટાડશે

અમદાવાદ : કાળઝાળ ગરમીમાં અમદાવાદ શહેરના ટ્રાફિક સિગ્નલ પર થોભવાને લઇને વાહન ચાલકોને ભારે તકલીફો પડતી હોય છે જેથી વાહન ચાલકોને ગરમીથી રાહત મળે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીઓ એક બેઠક મળી જેમાં નિર્ણય લેવાયો કે બપોરના સમયે અમદાવાદના 123 જેટલા સિગ્નલ બંધ રહેશે. જ્યારે 57 જેટલા સિગ્નલો ચાલુ રખાશે પરંતુ જે સિગ્નલ ચાલુ રહેશે તમામ સિગ્નલનો સમય ઘટાડશે.

 જેમાં જે સિગ્નલનો સમય 1 મિનિટના છે તે ઘટાડીને 30 થી 40 સેકન્ડ કરાશે. આ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલના ટાઇમિંગ ઘટાડશે. તો દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને ક્યું સિગ્નલ ચાલુ રાખવું અને ક્યું બંધ તેની સતા આપવામાં આવી છે.

(9:59 pm IST)