Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સરખેજના ભારતી આશ્રમ મુદ્દે ઋષિ ભારતી બાપુએ ખોટુ વિલ ઉભું કર્યાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

હરિહરાનંદ સ્વામી તરફથી યદુનંદ સ્વામીએ પોલીસ ફરિયાદ કરી:આશ્રમ પર કબ્જો કરવા માટે ઋષિ ભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ લગાવ્યો

અમદાવાદમાં આવેલા સરખેજના ભારતી આશ્રમ મામલે ઋષિ ભારતી બાપુએ ખોટુ વિલ ઉભું કર્યુ હોવાના આક્ષેપ સાથે ઋષિ ભારતી બાપુ સામે પોલીસ ફરિયાદ કરવામા આવી છે. હરિહરાનંદ સ્વામી તરફથી યદુનંદ સ્વામીએ પોલીસ ફરિયાદ કરી છે. તેમજ આશ્રમ પર કબ્જો કરવા માટે ઋષિ ભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ લગાવ્યો છે. ઋષિ ભારતી બાપુએ ગુજરાતભરના આશ્રમોની કુલ તેરસો કરોડની સંપત્તિ પચાવી લેવા માટે કારસો રચ્યો હોવાનો આક્ષેપ થયો છે.

રાજકોટના વકીલ પાસે ઋષિ ભારતી બાપુએ બનાવટી દસ્તાવેજો બનાવડાવ્યા હતા. ભારતી બાપુના બ્રહ્મલીન થયાના એક મહિના પહેલા દસ્તાવેજો બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોમાં બનાવટી સહી હોવાનો પણ આક્ષેપ થયો છે અને આ મામલે સરખેજ પોલીસ મથકે રજૂઆત કરી છે

  અત્રે ઉલ્લેખનિય છે સરખેજ ભારતી આશ્રમ વિવાદનો વિવાદ દિવસે ને દિવસે વધું વિવાદિત બનતો જઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદજીબાપુ ગુમ થઈ ગયા હતા જે નાસિકથી મળી આવ્યા હતા. જે બાદ હરિહરાનંદજીબાપુએ જણાવ્યું હતું કે સરખેજ આશ્રમનો વિવાદ ચાલી રહ્યો છે જેમાં તેને ધાક ધમકીઓ મળી રહી છે અને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

(9:58 pm IST)