Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સુરતમાં સિવિલ બાદ હવે સ્મીમેર હોસ્પિટલમાં ખુલ્લેઆમ ફરતા શ્વાનનો વીડિયો વાયરલ

સુરતમાં મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખુલ્લામાં ફરી રહ્યા છે શ્વાન: હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે ઉભા થયા સવાલ

સુરત મહાનગરપાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલ ચર્ચાના ચકડોળે ચડી છે. હોસ્પિટલમાં દર્દીઓની હાજરી વચ્ચે ખુલ્લે આમ શ્વાન આંટાફેરા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે. જેને પગલે તંત્રની કામગીરી અને દર્દીઓની સુરક્ષા સામે સો મણનો સવાલ ઊભો થયો છે. છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી ન હાલત લોકોમાં રોષ ભભૂક્યો છે. હોસ્પિટલમાં આંટાફેરા કરતાં શ્વાનને ભગાવવાની કોઈએ તસ્દી લીધી ન હતી.  

સુરત સ્મીમેર હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં આવેલ દર્દીઓના વેઈટિંગ એરિયામાં શ્વાન ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આથી હોસ્પિટલનું તંત્ર શું કરી રહ્યું છે ? તેવા સવાલો લોકોમાં ઊભા થયા છે. હોસ્પિટલ તંત્રને જાણે આંખે અંધાપો આવી ગયો હોય તેમ દર્દીઓના વેઈટિંગ એરિયા સુધી શ્વાન આવી ચડયા હોવા છતાં જવાબદારો દ્વારા શ્વાનને અટકાવવાની તસ્દી લેવામાં આવી નથી. હોસ્પિટલમાં શ્વાન આતંક મચાવી દર્દીઓને ફાડી ખાઇ તો જવાબદારી કોની? તેવો પણ લોકોમાં અણીયારો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા સિક્યુરિટી પાછળ કરવામા આવતો ખર્ચ પાણીમાં જતો હોવાનો ઘાટ સર્જાયો છે. અને દર્દીઓની સારવાર કરતી સ્મીમેર હોસ્પિટલ ખુદ બીમાર હોય તેવું લોકોને લાગી રહ્યું છે. 

તાજેતરમાં જ સુરત સિવિલ હોસ્પિટલના બીજા માળે વોર્ડમાં શ્વાન ફરતો જોવા મળ્યો હતો. મોડી સાંજે કિડની હોસ્પિટલના બીજા માળે દર્દીઓની વચ્ચે એક શ્વાન આટાફેરા મારી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. પણ નર્સિગ સ્ટાફ કે સિક્યૂરિટી ગાર્ડે પણ શ્વાનને ભગાડવાનું જરૂરી સમજ્યા ન હતા. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર દર્દીઓ બનાવી વાયરલ કર્યો છે. જે તે સમયે વીડિયો ઉતારનાર ત્યાં હાજર વોર્ડ બોયને કહી રહ્યો હતો કે શું આવી રીતે દરરજો શ્વાન અંદર ઘૂસી આવે છે ત્યારે સામેથી ફક્ત માથું ધૂણાવીને તે હા જવાબ આપવાનો ઈશારો કર્યો હોવાનું સામે આવ્યું હ

   
 
   
(9:17 pm IST)