Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

બેકાર પતિ ઘરમાં બેસી આખો દિવસ પોર્ન વીડિયો જોઈ પત્ની પાસે કરતો સતત સેક્સ કરવા માંગણી

પત્ની ઈન્કાર કરે તો મારઝૂડ કરતો :પતિની રોજની આવી હરકતોથી કંટાળીને મહિલા હેલ્પલાઈનની મદદ લીધી

અમદાવાદ :કોરોના સમયમાં અનેક લોકોની નોકરીઓ છૂટી ગઈ હતી આ સમયમાં લોકો બેકાર બની ઘરમાં બેઠા હતા. ત્યારે પારિવારીક ઝઘડા થવાની ઘટનાઓ બનતી હતી. બેકાર પતિની શરમજનક કરતૂત સામે આવી હતી. શહેરમાં એક પરિવારમાં પતિ બેકાર બન્યો ત્યારથી ઘરમાં બેઠો બેઠો મોબાઈલમાં પોર્ન વીડિયો જોતો હતો. અને પત્ની પાસે સેક્સની માંગણી કરતો હતો. જોકે, પત્ની ઈન્કાર કરે ત્યારે પત્ની સામે મારઝૂડ કરતો હતો. અને આખરે પતિની રોજની આવી હરકતોથી કંટાળીને મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

શરમજનક ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતાં પરિવારમાં બેકાર બનેલો પતિ ઘરમાં બેસી આખો દિવસ પોર્ન વીડિયો જોતો હતો અને બાળકોને ઘરની બહાર મોકલીને પત્નીને તેની સાથે સતત સેક્સ કરવા કહેતો હતો. પતિની આવી વિકૃત માનસિકતાથી કંટાળી અને પતિને છોડી દેવા સુધી પત્ની પહોંચી ગઈ હતી.

પત્ની સેકસની ના પાડે તો તેની પર શંકા રાખી અને મારઝૂડ કરી હેરાન કરતો હતો. આ મામલે મહિલા હેલ્પલાઇનની મદદ લેતા મહિલા હેલ્પલાઇનની ટીમે બંનેનું કાઉન્સેલિંગ કરી અને તેઓને સમજાવ્યા હતા.

પત્નીએ ફોન કરતાં જ મહિલા હેલ્પ લાઇન તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી હતી. મહિલાની પૂછપરછ કરતા તેઓના લગ્નને 12 વર્ષ થયા છે. તેમના પતિ અવારનવાર ચિંતા કરતા હતા જેના કારણે તેઓને પુરુષ શબ્દથી જ નફરત થઈ ગઈ હતી. પતિની રોજ-બરોજની સેક્સની માગણીથી કંટાળી ગયા હતા.

તેમના પતિ બાળકોને ઘરની બહાર રમવા માટે મોકલી દેતા હતા અને જબરજસતી સેકસ માટે દબાણ કરતા હતા. પત્ની ના પાડતી તો તેની પર શંકા રાખીને પતિ કહેતો કે તને કોઈ બહાર મળી ગયો છે. તેમ કહી મારઝૂડ કરતો હતો.

પતિ આખો દિવસ ઘરમાં રહેતો હોય કોઈ કામ ધંધો કરતો નહોતો અને પોર્ન વીડિયો જોતો હતો. બાદમાં તેની સાથે સેક્સની માંગ કરતો રહેતો હતો. પત્ની ના પાડે તો તેની ઉપર હાથ ચાલાકી કરતો હતો. પતિની આવી હરકતોથી બાળકોના મન પર પણ ખરાબ અસર પડી હતી.

પતિની આવી હવસખોર માનસિકતાથી કંટાળી પત્ની તેને છોડી દિવસ સુધી તૈયાર થઈ ગઈ હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે પતિ-પત્નીને સમજાવ્યા હતા અને પતિને આવી રીતે હરકતોના કરવાની પત્નીની સંમતિ સાથે રહેવા જણાવ્યું હતું.

(10:43 pm IST)