Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પોલીસનો મેમો જોઇ વડોદરાવાસીઓ દુઃખી થવાના બદલે આનંદીત થાય છે, જાણવા જેવી કથા

પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા લોકો પાસેથી મોટી રકમનો દંડ ઉઘરાવવાના બદલે વાહન નિયમ મુજબ ચલાવનાર લોકોને ઇનામ આપી પીઠ થાબડે છે : કર્ફ્યુ દરમિયાન લોકો માટે જરૂરિયાત સમયે દવા, દૂધ અને ઇમરજન્સી સમયે બહારગામ જવા માટેની વ્યવસ્થા આ આઇપીએસ દ્વારા ગોઠવવા સાથે સી ટીમના માધ્યમ દ્વારા વડીલોનું પુત્ર બની ધ્યાન રાખવા જેવા કાર્યોની નોંધ ગાંધીનગર સુધી લેવામાં આવી છે

 રાજકોટ તા.૯, સામાન્ય પ્રજાને પિડતા લુખ્ખા તત્વો કે પોતે માથાભારે છે તેવો ફાંકો રાખી ફરતા ગુનેગારો સામે કડક હાથે કામ લેવા સાથે સામાન્ય લોકોની ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરતા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ પર કડક કાર્યવાહી માટે જાણીતા વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહ સામાન્ય પ્રજાના પ્રશ્નો પર સતત માનવીય અભિગમ સાથે તેમને પોતે અને પોલીસ સ્ટાફ કેવી રીતે મદદરૂપ બની શકે તે માટે સતત જાગૃત રહી લોકોની સુવિધા માટે સતત કાર્યરત રહે છે, આવા આ સિનિયર આઇપીએસ કે જેઓ સ્વચ્છ છબી ધરવતા અધિકારી છે તેવો દ્વારા એક નવતર પ્રયોગ કરાવામાં આવ્યો છે, જે વડોદરાની પ્રજામાં ખૂબ લોકપ્રિય થવા સાથે લોકોના વિવિધ વર્ગ તરફથી પોલીસ કમિશનર શમશેરસિંઘ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

  કોરોના કાળના આગમન બાદ લોકોને પિડતી કોઈ સમસ્યા હોય તો ઘેર ભૂલાય ગયેલ માસ્ક, માસ્ક જરૂરી છે તેમાં કોઈ બે મત નથી પરંતુ ઘણી વખત માસ્ક નાકથી સહેજ નીચુ ઉતરેલ હોય તો ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારતો મેમો મળતા લોકડાઉન કારણે જેઓએ ધંધા રોજગાર ગુમાવ્યા છે, તેવા લોકો આવડી મોટી રકમ દંડ તરીકે કેવી રીતે ભરવી તેની જે પીડા હોય છે તે કોરોના પોઝિટિવ રિપોર્ટ જેવી ગરીબ લોકો માટે હોય છે, આગાઉ જણાવ્યું તેમ સામાન્ય માણસની નાડ પારખતાં વડોદરા પોલીસ કમિશનર દ્વારા વધુ દંડ વસૂલી વાહવાહી લૂંટવાના બદલે લોકો નિયમ પાલન માટે જાગૃત થાય તે માટે લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે સીસીટીવી મારફત આવા લોકોને ઓળખી તેઓને ૧૦૦ રૂપિયા ઇનામ અને સારી રીતે વાહન ચલાવવા, અને નિયમોના પાલન બદલ પીઠ થાબડવામાં આવે છે.       

વાત ભલે નાની લાગે પણ આનો મર્મ ઘણો મોટો છે, નિયમ પાલન કરતા લોકો જે બિન જરૂરી હોર્ન મારતા નથી, પર્ર્યાવરણનું પણ ધ્યાન રાખતા થયા છે પોલીસ કન્ટ્રોલ રૂમને સીપી દ્વારા ખાસ વ્યવસ્થા સુપ્રત થયેલ છે. આ રીતે વાહન નિયમ મુજબ ચાલવાથી બિન જરૂરી ટ્રાફિક થતો નથી. ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ પણ સરળતાથી નીકળી શકે અને ઘણી વખત ઝડપી સારવાર મળતા જીવ પણ બચી શકે તેવો ઉમદા હેતુ છે.                                   

કર્ફ્યુની કડક અમલવારી સાથે નિયમનું નાડું પકડી રાખવાના બદલે રાતે દૂધ,દવા,ટ્રેન કે બસમાં ખૂબ જરૂરી મુસાફરી સમયે શમશેર સિંઘ દ્વારા પોલીસ કંટ્રોલમાં ફોન કરવાથી વ્યવસ્થા ગોઠવેલ હતી. સિનિયર સિટીઝન માટે તમામ વ્યવસ્થા ,સાથે આ આઇપીએસ દ્વારા ઉભી થયેલ સી ટીમ દ્વારા લોકહિતના સેવાકીય કાર્યોની નોંધ ગાંધીનગર સુધી લેવામાં આવી છે, પીઆઇ કિરીટ લાઠીયા જેવા અનેક અધિકારી સ્ટાફ પણ પોલીસ કમિશનરની નીતિરીતિ મુજબ આગળ ધપાવે છે. (૪૦.૧૧)

 શમશેર સિંઘ,

પોલીસ કમિશનર વડોદરા

(2:31 pm IST)