Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

અમદાવાદ કોર્પોરેશનના આવાસ યોજનામાં ભાડે રહેતા લોકો સામે કાર્યવાહી કરવા નિર્ણંય

મકાનામાલિકો અને ભાડુઆતોને કોર્પોરેશન નોટિસ આપશે

અમદાવાદ કોર્પોરેશનના આવાસ યોજનામાં ભાડે  રહેતા લોકો સામે  કાર્યવાહી કરવામાં આવશે…હાઉસિંગ અને ews ની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે..કોર્પોરેશનમાંથી ડ્રોમા લાગેલા મકાનો અમુક લોકો ભાડે આપી દેતા હોય છે..આવા મકાનામાલિકો અને ભાડુઆતોને કોર્પોરેશન નોટિસ આપશે.

નિયમ મુજબ કોર્પોરેશનની આવાસ યોજનામાં મળેલા મકાનો 7 વર્ષ માટે ભાડે આપી શકાતા નથી…તેમ છતાં AMC ના અધિકારીઓ અને કેટલાક અસામાજિક તત્વોની મિલીભગતથી આવાસો ભાડે આપવાનું કૌભાંડ ચાલે છે…શહેરમાં 10 હજારથી વધુ મકાનોમાં એક હજાકથી વધુ લોકો ભાડે રહે છે..દરેક આવસ યોજનામાં ઝોનના  અધિકારી ચેકિંગ કરવા જતા નથી…જેના લીધે મકાન માલિકો મકાન ભાડે આપી દેતા હોય છે..આવા મકાનમાલિકો સામે દંડનીય કાર્યવાહી કરવાની તંત્રએ વાત કરી છે.

(11:51 pm IST)