Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

દારૂબંધીના લીરેલીરા : બેખૌફ બુટલેગર દ્વારા દારૂની હોમ ડિલિવરીની ઓફર : શરાબના ધંધામાં પીઆઇ પણ ભાગીદાર હોવાનો દાવો : વિડિઓ કર્યો વાયરલ

વડોદરાના કારેલીબાગ પોલીસ મથકના લિસ્ટેડ બુટલેગર હુસેને વિડીઓમાં કહ્યું દારૂ પકડવાના કેસ બુટલેગર અને પોલીસના સેટિંગનો એક ભાગ

વડોદરા :ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે. વડોદરાના કારેલીબાગ પોલીસ મથકના લિસ્ટેડ બુટલેગર હુસેને પોતાનો વિડીયો વાયરલ કર્યો છે. જેમાં શરાબની વિવિધ બ્રાન્ડની કિંમતો સાથે હોમ ડિલિવરીની ઓફર મૂકી છે

પોલીસ મથકના PI પણ આ શરાબના વેપલામાં ભાગીદાર હોવાનો તેણે વીડિયોમાં દાવો કરી નાખ્યો છે. હાલ જે પોલીસ શરાબ પકડી રહી છે એ બુટલેગર અને પોલીસના સેટિંગનો એક ભાગ હોવાનો બુટલેગર હુસેને દાવો કર્યો છે. ત્યારે વડોદરા પોલીસના અધિકારીઓ આ પ્રકારના ગંભીર આરોપીથી લોકોમાં વિવિધ ચર્ચા જાગી છે.

બુટલેગર હુસેન અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે. હુસેન પર પોલીસ પર હુમલા કર્યાના પણ આરોપો લાગ્યા છે ત્યારે બુટલેગર હુસેનનો આ વીડિયો ક્યારનો છે તે જાણી શકાયું નથી અને વાયરલ વીડિયો અંગે જીએસટીવી કોઇપણ પ્રકારની પૃષ્ટી કરતું નથી.

(11:35 pm IST)