Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

અમદાવાદના દરોડાઓમાં મોટાપાયે ટેક્સ ચોરી બહાર આવી? ખૂબ જ મોટી સંખ્યામાં ટીડીઆર ટ્રાન્સફર એન્ટ્રીઓ પણ મળી આવી: હવે અનેક બિલ્ડરો આયકરના રાડાર ઉપર

આવકવેરા ખાતાના ભરોસાપાત્ર વર્તુળોએ જણાવ્યું છે કે અમદાવાદમાં આવકવેરાના દરોડા દરમિયાન મોટા પાયે ટીડીઆર ટ્રાન્સફર એન્ટ્રીઓ મળી આવી છે. મોટાભાગના કેસોમાં રોકડ વ્યવહાર ૬૦ ટકાથી વધુ મળી આવ્યાનું પણ બહાર આવ્યું છે. ખૂબ જ મોટા પાયે કરચોરી પણ મળી આવ્યાની વાત જાણવા મળે છે. હવે સંખ્યાબંધ બિલ્ડરો આવકવેરાના રડાર ઉપર હોવાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે.

(10:57 pm IST)