Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રૂપ ફરી એક મંચ પર આવવાની તૈયારીમાં

બંનેની એક સાથે મિટિંગ અને ચિંતન શિબિર યોજાશે : મિટીંગ પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી  આવતા જ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે વિવિધ પાર્ટીઓ અને સમાજ દ્વારા પોતાની રીતે કસરત શરૂ કરી દેવામાં આવી છે. પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રૂપ ફરી એકવાર એક મંચ પર આવવાની તૈયારીમાં છે.

પાસના કન્વીનર હાર્દિક પટેલ ના કોંગ્રેસમાં સામેલ થયા બાદ પાસ અને એસપીજી ફરી એક વાર નજીક આવવા લાગ્યા છે. બંનેની એક સાથે મિટિંગ અને ચિંતન શિબિર આગામી દિવસોમાં મળવા જઈ રહી છે. જોકે આ મિટિંગ ક્યારે અને ક્યાં મળશે તે અંગે હજી સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

ટૂંક સમયમાં આ મિટિંગ મળનારી છે એ નક્કી છે. આ મિટીંગ ગાંધીનગરમાં થવાની સંભાવના દેખાઈ રહી છે. 2017 બાદ રાજ્ય સરકારે ઘણી જાહેરાતો કરી હતી. પરંતુ તેના પર કોઈપણ અમલવારી થઈ નથી. જેને લઈને પાસ અને એસપીજીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

મિટિંગમાં આ મુદ્દે ચર્ચા થશે જેમાં

1. પાટીદાર અનામતની માંગ કરવાના અનુસંધાને સર્વેની અરજી કરવા માટે
2. આંદોલન દરમિયાન શહીદોના પરિવારોને નોકરી માટે
3. આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસ પરત લેવા માટે
4. બિન અનામત વર્ગ માટે થનારી પરેશાનીઓ દૂર કરવા માટે
5. મહિલા અનામત અને ગામડામાં જિલ્લામાં તેમજ જિલ્લા સ્તર પર સંગઠન બનાવવા માટે

આ ઉપરાંત સમાજમાં સંબંધિત બીજી ઘણી સમસ્યાઓ અને અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સલાહ અને સૂચના અને એસપીજીના અગ્રણીઓને મોબાઈલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી શકે છે. મિટીંગ પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. મીટીંગનો સમય અને સ્થળ અંગે પણ જલ્દી જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે લગભગ સવા વર્ષ જેટલો સમય બાકી છે. તેના પહેલા અને એસપીજીની મીટીંગ થી સરકાર પર દબાણ વધશે. એસપીજીએ પોતાના સ્તર પર એક અલગ મિટિંગનું આયોજન કર્યું હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને કારણે સમગ્ર ભારતમાં વર્ગને 10% EWSનો લાભ મળ્યો, ત્યારે 2017થી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ પડતર માંગણી બાબતે આ મિટિંગ રાખવામાં આવી છે

(9:02 pm IST)