Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

અમદાવાદમાં કોરોનાકાળમાં મંદીના કારણોસર યુવકે આપઘાત કરી લેતા વિરહમાં પિતાએ જીવનલીલા સંકેલી લેતા પરિવારના માથે આભ ફાટ્યું

અમદાવાદ: કોરોનાના સમયગાળામાં આર્થિક મંદીએ અનેક પરિવારો ફરતે ભરડો લીધો છે. એક કરુણ ઘટનામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતાં  યુવકે સરખેજમાં પોતાની ઓફિસમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રના મૃત્યુનો આઘાત પિતા સહન કરી શક્યા નહોતાં. પુત્રનું પોસ્ટમોર્ટમ ચાલતું હતું તેવા સમયે જ બોપલમાં રહેતા તેના પિતાએ પણ પોતાના ઘરમાં જ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસની વિગત એવી છે કે સાઉથ  બોપલમાં ટેલીફોન એક્ષચેન્જ સામે શ્યામવિલા સોસાયટીમાં રહેતા અને સરખેજ વિસ્તારમાં સિધ્ધી વિનાયક ટાવરમાં  અલ્પેશ મેનેજમેન્ટ પ્રા.લી. નામથી ઇવેન્ટ મેજમેન્ટ  (સ્ટાફ રિક્રુટમેન્ટ )ની કામગીરી કરતાઅલ્પેશભાઇ બળવંતરાય પલાણ (ઉ.વ.૩૬)  તા. ૫ના રોજ સવારે પોતાની ઓફિસમાં આપઘાત કર્યો હતો.  પુત્રનું અવસાન થતા પોલીસ તપાસમાં સાંજે મોડુ થયું હોવાથી બીજા દિવસે પોેસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યો  આખી રાત જાગતા હતા અને બીજા દિવસે સવારે એક તરફ પુત્રનું પોસ્ટ મોર્ટમ ચાલતું હતું અને  પુત્રના  મૃત્યુનો આઘાત સહન ન થતાં પરિવાર અને સગા વ્હાલા નીચે બેઠા હતા આ સમયે પિતા બળવંતરાય (ઉ.વ.૬૫)એ પણ બોપલમાં પોતાના મકાનમાં પ્રથમ માળે જઇને પંખા સાથે દોરી બાંધીને આપઘાત કર્યો હતો. આ બનાવમાં સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, એસ.જી.દેસાઇના જણાવ્યા  મુજબ કોરાના મહામારીના કારણે ધંધામાં આર્થિક મંદી તથા  ધંધામાં દેવુ  થયું હોવાથી અલ્પેશભાઇએ આ પગલું ભર્યુ હતું. બીજી તરફ બોપલમાં પુત્રના આપઘાતથી મોતનો આઘાત સહન ન થતાં પિતાએ પણ આત્મહત્યા કરીને  અંતિમ પગલું ભર્યું હતું.

 

(6:34 pm IST)