Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધાઈ રહેલ બાંધકામમાં ગેરરીતિ આચરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ: શહેરના ઈલેકશન વોર્ડ જમાલપુરના રાયખડ-૧ના સીટી સર્વે નંબર-૫૬૬૭ અને ૫૬૬૮ ગાયકવાડ હવેલી પોલીસ લાઈન રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બંધાઈ રહેલા ગેરકાયદેસર બાંધકામને અટકાવવા ત્રણ વખત સીલ માર્યા બાદ પણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા સીલ તોડીને ૭ માળનું ગેરકાયદે બિલ્ડીંગ બાંધી દીધુ છે.આ બાંધકામને તોડવા ગયેલી મધ્યઝોન એસ્ટેટ વિભાગની ટીમ છ જેટલા ગેસ કટર સહીત અન્ય સાધનસામગ્રી લઈને બુધવારે સવારથી લઈ બપોરના એક વાગ્યા સુધી સ્થળ ઉપર હતી.બપોરે એક વાગે આ ટીમને જાણ કરવામાં આવી હતી કે,ગણેશ ચતુર્થી નજીક આવી રહી હોવાથી તેમને પોલીસ બંદોબસ્ત આપવામાં નહીં આવે એમ કહેતા ટીમ કામગીરી કર્યા વગર પરત ફરી હતી.બપોર બાદ ફરી એક વખત એસ્ટેટ વિભાગની ટીમને બાંધકામ તોડવા પોલીસ બંદોબસ્ત મળશે એવી આશા રાખવામાં આવી રહી હતી.નોંધનીય બાબત એ છે કે,કોંગ્રેસના ખાડિયા-જમાલપુર અને દરીયાપુરના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી હતી કે,કોંગ્રેસ સમર્થિત વિસ્તારોમાં જ ગેરકાયદેસર બાંધકામો તોડવા અંગે તંત્ર દ્વારા પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યુ છે.પરંતુ વાસ્તિવકતા એ છે કે,સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામો ખાડિયા,જમાલપુરઅને દરીયાપુરમાં જ થઈ ગયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,રાયખડ-૧માં પી.જી.લુકમાન ડિસ્પેન્સરીની સામે,ટોકરશાની પોળની સામેહવેલી પોલીસ લાઈન રોડ ઉપર માલિક પટેલ.અબદુલ્લાહ.મુસાભાઈ તથા અન્ય શખ્શો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવાનું શરૃ કરવામાં આવ્યુ હતું.આ બાંધકામને લઈ મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જીપીએમસી એકટ મુજબ નોટિસ આપવામાં આવી હતી.નોટિસ આપવામાં આવ્યા બાદ પણ બાંધકામ ચાલુ રાખવામાં આવતા ૧૩ મે-૨૦૨૧ના રોજ બાંધકામને સીલ કરાયુ હતુ.આ સીલ તોડી ફરી બાંધકામ શરૃ કરાતા ૯ જુન-૨૦૨૧ના રોજ ફરી સીલ મારવામાં આવ્યુ હતું.આ સીલ પણ તોડી નાંખવામાં આવતા ૨૭ જુલાઈના રોજ ત્રીજી વખત સીલ મારવામાં આવ્યું હતું.

(6:33 pm IST)