Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લોકોને હાલાકી

વડોદરા:શહેરના પૂર્વ વિસ્તારમાં સમાવિષ્ટ કિશનવાડી વુડાના મકાનોમાં સમસ્યાઓની ભરમાર છે તેવામાં વધુ એક સમસ્યા ઉદભવી છે. છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી મુખ્ય માર્ગ ઉપર થઈ ગટરમાં વહી રહ્યું છે. પાણીના વેડફાટ વચ્ચે વિસ્તારમાં કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.

આ અંગે સામાજિક કાર્યકરએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વરસાદ ઓછો થયો છે. લોકોને પીવાનું પાણી પૂરતું મળી રહ્યું નથી. આવી પરિસ્થિતિ વચ્ચે પાણીનો વેડફાટ થવો દુઃખદ બાબત છે. મેયરના આદેશને પણ અધિકારીઓ ધ્યાનમાં ન લેતા હોય તેમ છેલ્લા અઠવાડિયાથી સમારકામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.

(6:31 pm IST)