Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સુરતના પાંડેસરામાં ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલ અજાણ્યા શખ્સો બે પૈકી એક ભાઈનું ગળું કાપી 12 હજારની લૂંટ ચલાવી છૂમંતર......

સુરત: પાંડેસરાના મણીનગરમાં મધરાત્રે ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા અજાણ્યા ઇસમે બે પૈકી એક ભાઈનું ગળું કાપી રોકડ રૂપિયા 12 હજારની લૂંટ ચલાવી ભાગી જતા પોલીસ દોડતી થઇ ગઇ છે. પાંડેસરાના મણીનગરમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ જમનાદાસ ગુપ્તા પરિવારના ઘરમાં ઘૂસી ચોરીનો કસબ અજમાવ્યો હતો પરંતુ પરિવારના બે ભાઅ વિરેન્દ્ર અને બ્રિજેશ જાગી ગયા હતા અને ચોરનો પ્રતિકાર કર્યો હતો. જો કે તસ્કરોએ વિરેન્દ્રનું ગળુ કાપી નાંખી ભાગી ગયા હતા. બ્રિજેશે બુમાબુમ કરતા પરિજનો જાગી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પ્રતિકાર કરવા જતા બ્રિજેશને પણ ઇજા થઇ હતી.

 

(6:27 pm IST)