Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ગિફ્ટ સીટી ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યની સાત મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમન અને કમિશનર સાથે શહેરોના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રી દ્વારા વિવિધ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓને શહેરોના વિકાસ કામો માટે જરૂરી માર્ગદર્શન આપી  વિવિધ સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદ, ભાવનગર, સુરત, વદોદરા, જૂનાગઢ, રાજકોટ અને જામનગરના કમિશનરઓ દ્વારા  શહેરોના વર્તમાન વિકાસ કામો અને આગામી વિકાસ કામોના  વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મેયરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઓ, શહેરી વિકાસ વિભાગના ACS  મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સચિવ લોચન શહેરા, મ્યુનિસિપલ એડમિનિસેટર રાજકુમાર બેનિવાલ સહિત ઉચ્ચ શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:26 pm IST)