Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

મહીસાગર જિલ્લાના વીરપુરના ખાટા ગામની સીમમાં બે ડુંગરોની વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં શખ્સનું મોત

નડિયાદ : મહિસાગર જિલ્લાના વિરપુરના ખાટા ગામની સીમમાં આવેલ બે ડુંગરાની વચ્ચેના રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અજાણ્યા વાહન ચાલકે પાત્રીસ વર્ષીય પુરુષને અડફેટ મારતા મૃત્યુ નિપજયુ હતુ.

મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના ભગતના મૂવાડા ગામે રહેતા કાંતિભાઇ ગલાભાઇ પગીના ભાઇ હાથીભાઇ કોઇ કારણોસર ખાટા ગામની સીમમાં આવેલ બે ડુંગરાની વચ્ચેથી જતા હતા તે સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેમને પાછળથી અડફેટ મારતા ગંભીર ઇજાઓ પહોચતા તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની જાણ પરિવારજનોને થતા પરિવારજનો બનાવ સ્થળે પહોચી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.મૃતક હાથીભાઇની લાશને નજીકની હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે કાંતિભાઇ ગલાભાઇ પગીએ વિરપુર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે વિરપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:26 pm IST)