Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

દેશની સુરક્ષાને વધુ અગ્રતાઃ ભૂજ અને વડોદરા પાસે ઈમરજન્સી લેન્ડીંગ સુવિધા વિકસાવાશે

રાજકોટ, તા. ૯ :. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે અન્ય ૧૯ સ્થળોએ ઈમરજન્સી લેન્ડીંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ સાથે રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ૯૨૫-એ ઉપર ઈમરજન્સી લેન્ડીંગ સુવિધાનું ઉદઘાટન કરતા તેમણે કહ્યુ કે આ રાજમાર્ગ રન-વે વ્યુહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને વધુ મજબુત બનાવશે.

શ્રી ગડકરીએ કહ્યું દેશમાં ૧૯ અન્ય સ્થળોએ એટલે કે રાજસ્થાનમાં ફલોદી-જેસલમેર રોડ અને બાડમેર-જેસલમેર રોડ,પશ્ચિમ બંગાળમાં ખડગપુર-બાલાસોર રોડ, તમિલનાડુમાં ખડગપુર-કયોન્ઝર રોડ અને પાનાગઢ/કેકેડી ચેન્નઇ નજીક, આંધ્ર પ્રદેશમાં પુડુચેરી રોડ પર હરિયાણામાં નેલ્લોર-ઓંગોલ રોડ અને ઓંગોલ- ચિલકાલુરીપેટ રોડ પર, પંજબમાં સંગરૂર નજીક મંડી ડબવાલીથી ઓધણ રોડ પર, ગુજરાતમાં ભુજ-નલિયા રોડ પર અને સુરત- બરોડા રોડ પર જમ્મુ અને કાશ્મીરમાં બનીહાલ-શ્રીનગર રોડ, આસામમાં જોરહાટ-બારાઘાટ રોડ પર, શિવસાગર પાસે બાગડોગરા-હાહિમારા રોડ, હાથીમારા-તેજપુર માર્ગ અને હાશિમારા-ગુવાહાટી રોડ પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે.

(4:52 pm IST)