Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

રાજવર્ધનસિંહ ગહેલોત સિંગલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ અને માનવરાજસિહ ચુડાસમાએ ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ - બ્રોન્ઝ જીત્યા

આઇબી વડા અનુપમસિંહ ગહેલોત અને ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના પુત્ર દ્વારા અનેરી સિધ્ધિ દ્વારા સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું : પુત્રની યશસ્વી સિદ્ધિથી માતા સંધ્યાબેન, પિતા અનુપમસિહ્ ગેહલોત સહિત વિશાળ શુભેચ્છક વર્ગના ઘેર દીપોત્સવી જેઓ માહોલઃ પંજાબમાં યોજાનાર રાષ્ટ્રિય લેવલની શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજવર્ધનસિંહ અને નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવનાર માનવરાજસિંહને લીલી ઝંડી મળી

 રાજકોટ તા. ૯,  રાજકોટનાં પૂર્વ પોલીસ કમિશનર અને આજની તારીખે પણ લોકો અને પોલીસ સ્ટાફ અને અધિકારીઓના દિલમાં સ્થાન ધરાવતા ગુજરાતના ઇન્ટેલિજન્સ વડા પદ પર ફરજ બજાવતા અનુપમસિંહ ગહેલોત તથા ભરૂચ એસપી પદે ફરજ બજાવતા રાજેન્દ્રસિહ ચુડાસમાના પુત્ર દ્વારા યશસ્વી સિધ્ધિ પ્રાપ્ત કરી મોરના ઈંડા ચીતરવા ન પડે તેવી કહેવત યથાર્થ ઠેરવવા સાથે સમગ્ર ગુજરાતને રાષ્ટ્રિય લેવલે ગૌરવ અપાવતા ઉકત બંને અધિકારીઓના વિશાળ શુભેચ્છક વર્ગમાં  હર્ષની લાગણી સાથે શુભેચ્છા અનરાધાર વર્ષી રહી છે, તો ચાલો સિદ્ધિ તરફ દ્રષ્ટિપાત કરીએ.

 તાજેતરમાં ક્રાઉન શૂટિંગ સ્પોર્ટ્સ એકેડેમી, વલાદ,  ગાંધીનગર ખાતે રમાયેલ ૪૦મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ  ચેમ્પયનશિપમાં રાજ્ય આઇબીના વડા શ્રી અનુપમસિંહ ગહેલોતના સુપુત્ર શ્રી રાજ્યવર્ધનસિંહે  સિંગલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધામાંની વ્યકિતગત જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે.ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચૂડાસમાના સુપુત્રશ્રી માનવરાજસિંહે ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધામાંની જુનિયર ટીમ કેટેગરીમાં  ગોલ્ડ મેડલ, ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધાની વ્યકિતગત જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ અને ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધાની વ્યકિતગત સિનિયર કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.

આ બંને જુનિયર શૂટર ઓકટોબર ૨૦૨૧માં પંજાબના પટિયાલા ખાતે આયોજિત થનાર પ્રી નેશનલ શોટગન શૂટિંગ સ્પર્ધા (ઓલ ઇન્ડીયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધા)માં ભાગ લેવા માટે કવોલીફાઈ થયેલ છે.

આ બન્ને જુનિયર શૂટર આવનાર સમયમાં ગુજરાત રાજ્ય વતી પ્રિ નેશનલ  કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ક્રાઉન શૂટિંગ સ્પોર્ટ્સ એકેડેમી, વલાદ, જી. ગાંધીનગર ખાતે રમાયેલ ૪૦મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ  ચેમ્પયનશિપમાં સિનિયર પુરુષ તથા મહિલા તેમજ જુનિયર પુરુષ તથા કેટેગરીમાં સિંગલટ્રેપ ,ડબલ ટ્રેપ અને સ્કીટ શોટગન શૂટિંગ સ્પર્ધામાં ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં માનવરાજ ચુડાસમા ૧૨ વર્ષ અને  ૯ માસનો સૌથી નાની ઉંમરનો યંગેસ્ટ શૂટર હતો.

  પુત્રની આવી યશસ્વી સિદ્ધિથી માતા સંધ્યાબેન સહિત સમગ્ર પરિવાર અને વિશાળ શુભેચ્છકોને ઘેર પણ ખુશીના માહોલ સાથે દીપોત્સવી જેવી ખુશીનો માહોલ સર્જાવા સાથે ચુડાસમા પરિવારમાં પણ હર્ષની લહેરખી દોડી રહી છે.  

(3:26 pm IST)