Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ગણતરીના કલાકોમાં કોઈ જાતના 'કલુ' વગર દોઢ લાખનું સોનું શોધી આપ્યું

સુરત પોલીસના સારા કાર્યની સુવાસ રાજયના સીમાડા વટાવી છત્તીસગઢ સુધી પહોચી

રાજકોટ, તા.૯:  સુરતને ડ્રગ્સ મુકત, નાના બાળકો,મહિલાઓ અને સિનિયર સિટીઝન કે પછી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ બધાની સમસ્યા ઉકેલવા સતત કાર્યશીલ સુરત પોલીસ કમિશનર અજયકુમાર  તોમર અને તેમની ટીમની કાર્યદક્ષતાનો પરિચય પ્રત્યક્ષ રીતે થતાં સુરત પોલીસની સિદ્ધિઓ હવે ગુજરાતના સીમાડા વટાવી અન્ય રાજ્ય સુધી પોહચી ગયા છે.             

છત્તીસગઢ રાજ્યનું એક પરિવાર પોતાના સગાના દુઃખદ પ્રસંગે સુરત આવેલ.આ પરિવાર સુરત રહેતા પરિવાર માટે અંદાજે દોઢ લાખના સોના સહિતની રકમ સાથે લાવેલ. પોતાના સગાને ત્યાં જવા માટે તેવો દ્વારા એક રીક્ષામાં બેસેલ.              

દરમિયાન રીક્ષામાં સોનું અને મોટી રકમ ભૂલી ગયેલ. રીક્ષા ચાલી ગયેલ નંબરની સ્વાભાવિક જાણ ન હતી.  સુરત રહેતા અગ્રવાલ પરિવારે માનવતાવાદી અભિગમ ધરાવતાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર  તોમરનો સંપર્ક સાધ્યો. પરિવારની પીડા અને દર્દ સમજી ગયેલ પોલીસ કમિશનર દ્વારા તેમને આશ્વાસન આપી કોઈ ચિંતા ન કરવા જણાવી સુરત ક્રાઇમ બ્રાન્ચના શરદ સિંઘલ ,રાહુલ પટેલ અને આર.આર.સરવૈયા ટીમને કામગીરી સુપ્રત કરી. કોઈપણ કાર્ય ખૂબ રસપૂર્વક અને સામાન્ય લોકો પ્રત્યે હમદર્દી ધરાવતા એસ. ઓ.જી. પીઆઇ આર એસ . સૂવરા દ્વારા સામેથી જવાબદારી સ્વીકારી અને કોઈ જાતની કલું વગર તુરત પોતાની ટીમના પીએસઆઈ વી. સી.જાડેજા વિ.કામે લાગ્યા. તેવો જે રસ્તા પરથી આવેલ તેના સીસીટીવી કેમેરા ચકાસ્યા,દરમિયાન રીક્ષા પાછળ પાંડેસરા લખેલ હોવાનું એ એસ. આઈ.દીપ સિહ ભાઈ અને હેમંતભાઇ ના ધ્યાને આવતા ત્યાં પોહચી અન્ય રિક્ષાવાલાને મલી તેમના નંબર મેળવી આર .ટી. ઓ મારફત નામ એડ્રેસ મેળવી રીક્ષા ચાલકને તેની રીક્ષામા રહેલ સમાન બાબતે જાણ કરી તેમને બોલાવી પોલીસ કમિશનર અજય કુમાર તોમર તથા પીઆઇ આર.એસ. સૂવરા હસ્તે પરત અપાવતા છત્તીસગઢ પરિવાર ગુજરાતના સુરત પોલીસની કામગીરી પર આફ્રિન પોકારી ભાવ વિભોર બની સુરત પોલીસનો ઋણ સ્વીકાર કરેલ.

(1:15 pm IST)