Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

આજે કેવડા ત્રીજ :પતિના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે મહિલાઓ કરે છે વ્રત અને પૂજન

મહિલાઓ ભગવાન સામ્બસદાશિવને કેવડો ચઢાવી પતિનાં લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.

અમદાવાદ :  કેવડા ત્રીજ એટલે હરિયાળી ત્રીજ. આ દિવસે મહિલાઓ પોતાનાં પતિનાં લાંબા આયુષ્ય અને નિરોગી આરોગ્યમય જીવનની કામનાનાં ઉદ્દેશથી વ્રત તથા પૂજન કરે છે. આ વર્ષે હરિયાળી ત્રીજનો પર્વ આજે 9મી સપ્ટેમ્બર ભાદરવા સુદ ત્રીજે હસ્ત નક્ષત્રમાં ગુરૂવારે ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં હરિયાળી ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે મહિલાઓ ભગવાન સામ્બસદાશિવને કેવડો ચઢાવી પતિનાં લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.

(1:07 pm IST)