Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

રાજ્યમાં અત્યારે વરસાદની ઘટ છે તે 12મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી થઈ જશે: પાછલો વરસાદ ખુબ સારો થશે

રાજ્યમંત્રી મંડળની મળેલી બેઠકમાં રાહત કમિશનર-સચિવ આર્દ્રા અગ્રવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો

અમદાવાદ : ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બુધવારે રાજ્યમંત્રી મંડળની મળેલી બેઠકમાં રાહત કમિશનર-સચિવ આર્દ્રા અગ્રવાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલને જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે જે કોઈ વરસાદની ઘટ છે તે હવામાન ખાતાની આગાહી પ્રમાણે 12મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી થઈ જશે. એટલે કે પાછલો વરસાદ ખૂબ સારો થવાની આશા છે.

(12:48 pm IST)