Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

અમદાવાદના સનાથલ ગામની સીમમાં દીપડો દેખાયો નીલગાયનું મારણ પણ કર્યું: સીમમાં ચાર પાંજરા મૂક્યા

લોકોમાં ફફડાટ ફેલાયો : ગામની સીમમાં દીપડાના ફૂટપ્રિન્ટ આધારે તપાસ શરૂ

અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદના સનાથલ ગામની સીમમાં દીપડો દેખાયો છે અન તેણે નીલગાયનું મારણ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે. શહેરમાં દીપડો દેખાયો હોવાની માહિતી વનવિભાગને મળતા તેઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

 હાલ સનાથલ ગામની સીમમાં દીપડાના ફૂટપ્રિન્ટ આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. દીપડો પકડવા માટે વનવિભાગે ગામની સીમમાં 4 પાંજરા પણ મૂક્યા હોવાની વાત છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 4 મહિના પહેલા આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો.

(12:33 pm IST)