Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

નવી યુવા પોલીસી તૈયાર કરવા માંગ

રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા સત્વરે નવી યુવા પોલીસી તૈયાર કરી અમલમાં મુકવામાં આવે, આ માટે જનતા પાસેથી સજેસનો માંગવામાં આવે, ઉતમ સજેસન કરનાર તમામને આકર્ષક પુરસ્કાર આપવામાં આવે, યુથ બોર્ડને સક્રિય કરવામાં આવે, તેમાં ઉંમરના બાધ વગર સારી પ્રવૃતિ કરતા તટસ્થ ભાઇ-બહેનોને નિમવામાં આવે, યુથ બોર્ડ ઉંમરના બાધ વગર, અરજી વગર વિવિધ ક્ષેત્રે ભૂતકાળ, વર્તમાન સમયમાં ઉતમ પ્રવૃતિ કરનારને સામે ચાલી એવોર્ડ, પુરસ્કાર આપવાનું શરૂ કરે, સંસ્કાર સિંચનની વિવિધ પ્રવૃતિને મહતમ મહત્વ આપવામાં આવે તે માટે એચ.આર. મકવાણાએ યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રીને પત્ર પાઠવી વિનંતી કરી છે. 

(3:05 pm IST)