Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

૧ દિ'માં ૩.૭૩ ટકા વરસાદનો વધારો : નર્મદામાં ૧ા મીટર નવા નીર

ગઇ કાલે ગુજરાતનો સરેરાશ વરસાદ ૫૨.૭૮ ટકા હતો, આજે સવારે ૫૬.૫૧ ટકા.

રાજકોટ,તા. ૯ : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ફરી ધૂમ મચાવી છે. ખેતી અને પીવાના પાણીની બાબતમાં ઘણી રાહત થઇ છે. હજુ વરસાદી માહોલ છે. રાજ્યમાં વધુ મેઘ મહેરની આશા છે. ગઇ કાલે સવાર સુધીમાં ગુજરાતનો મોસમનો સરેરાશ વરસાદ ૫૨.૭૮ ટકા હતો તે આજે સવાર સુધીમાં વધીને ૫૬.૫૧ ટકા થયો છે. એક જ દિવસમાં ૩.૭૩ ટકા વધારો નોંધાયો છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે પાણી આવક ચાલુ છે. છેલ્લા બે દિવસમાં નર્મદા ડેમમાં સવા મીટર જેટલા નવા નીરની આવક થઇ છે. આજે સવારે ૮ વાગ્યાથી સ્થિતીએ ડેમની સપાટી ૧૧૯ મીટરે પહોંચી છે. નર્મદા ડેમની કુલ સપાટી ૧૩૮ મીટર જેટલી છે.

ચોમાસાની આ વખતની મોસમમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર ૬૦.૮૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૨.૪૫ ટકા, ઉતર ગુજરાતમાં ૪૩.૦૨ ટકા, મધ્ય ગુજરાતમાં ૪૮.૧૨ ટકા અને કચ્છમાં ૫૬.૧૮ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યનો મોસમનો સરેરાશ વરસાદ ૫૬.૫૧ ટકા થયો છે. કુલ ૨૫૧ પૈકી ૧૯ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ વરસાદ થયો છે. ૧૨૫ તાલુકાઓમાં ૧૦ થી ૨૦ ટકા વરસાદ થયો છે. હજુ સારા વરસાદની આગાહી છે.

કયા ઝોનમાં કેટલો વરસાદ

* સૌરાષ્ટ્ર       ૬૦.૮૭

* કચ્છ         ૫૬.૧૮

*ઉતર ગુજરાત ૪૩.૦૨

* દક્ષિણ ગુજરાત૬૨.૪૫

*મધ્ય ગુજરાત ૪૮.૧૨

(12:12 pm IST)