Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

રાજયના ૩૩ જીલ્લાના ૨૨૬ તાલુકાઓમાં ૧૦ ઈંચ સુધી ખાબકયો

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ૧.૫ લાખ કયુસેક પાણીની નવી આવકઃ હજુ પણ રાજયમાં ૪૪% વરસાદની ઘટ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી,તા.૯: ચોમાસાની આ સીઝનમાં મેઘરાજાએ શ્રાવણનાં સરવડા વહાવ્યા બાદ હવે રાજ્ય ભરમાં મેઘરાજા ભાદરવો ભરપૂરનો માહોલ સર્જી રહ્યા છે.

       રાજ્યનાં ૩૩ જીલ્લાના ૨૨૬ તાલુકાઓમાં ઝરમરથી ૧૦ ઈંચ સુધીનો વરસાદ ખાબકયો હતો. જેમાં સૌથી વધુ મહેર સૌરાષ્ટ્ર પંથકમાં વરસાવી છે.

ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમા નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડાને(  સૌરાષ્ટ્ર સીવાય  )જોઈએ તો...કડાણા ૧૨૨મીમી, મેઘરજ ૯૫ મીમી. તલોદ ૮૪મીમી, દિયોદર ૮૧મીમી, ધનસુરા ૭૫ મીમી, ભાભર ૬૯મીમી, મોડાસા ૫૮મીમી, લાખાની ૫૫, કાંકરેજ ૫૩ મીમી, સંતરામપુર ૫૩ મીમી, અને -ાંતિજ ૫૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત માંડવી ૪૭મીમી, માલપુર ૪૫ મીમી, ઉમરગામ ૪૪ વાપી ૪૪ મોરવા હડફ ૪૩ વાસો ૪૨ ગોધરા ૪૦મીમી, નડિયાદ ૩૯ સાંજે લી અને કપરાડા ૩૭ માણસા ૩૨ ફતેપુરા ૩૧ દેસર ૩૦ ગાંધીધામ અને કલોલ ૨૯ બાવડા ૨૮ મીમી, ઉમરેઠ ૨૮ અંજાર, મુન્દ્રા ,નખત્રાણા, મૂલી,  કવાટ અને વલસાડ૨૬મીમી, વરસાદ નોંધાયેલ છે.

દસકોઈ ૨૫ ખંભાત અને વડોદરા ૨૩ હિંમતનગર ધોળકા અને ગણદેવી ૨૧ મીમી,વિજાપુર ૨૦ દેગામ અને ગલતેશ્વર ૧૯ મીમી,કલોલ ૧૮ મીમી,માતર લુણાવાડા અને ખેરગામ ૧૭ મીમી, ભુજ , ભચાઉ, વાવ , છછોટાઉદેપુર અને પારડી ૧૬મીમી વરસાદ નોંધાયેલ છે.

આ સીવાય અન્ય ૧૦૩તાલુકા ઓમાં ઝરમરથી ૧૫મીમી સુઘી નો હળવો વરસાદ નોંધાયો છે.

 ઉકાઈ ડેમની જળ સપાટી આજે સવારે ૭ કલાકે વધીને ૩૩૬.૦૪ ફૂટે પહોંચી છે, ડેમ માં ૧૪૩૬૩૦ ક્યુસેક પાણી ની નવી આવક થઇ છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦.૩૦ કલાકે સાઉથ ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધીમી ધારે પડી રહિયા છે.

(12:10 pm IST)