Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

વહેલી સવારે 2 કલાકમાં રાજ્યના કુલ 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

લાલપુરમાં 2 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ : વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, છોટાઉદેપુર, સુરત, નવસારીમાં પણ વરસાદ વરસ્યો

અમદાવાદ : રાજયમાં આજે વહેલી સવારે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે 2 કલાકમાં રાજ્યના કુલ 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના લાલપુરમાં 2 કલાકમાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

 વહેલી સવારે વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, છોટાઉદેપુર, સુરત, નવસારીમાં પણ સારો વરસાદ વરસ્યો છે.મહિસાગર જિલ્લામાં સવારથી જ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુરમાં વરસાદ વરસી રહ્યો છે.

(11:37 am IST)