Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ડેડીયાપાડા,સાગબારાની 58 શાળાઓનું સફળ સંચાલન કરનાર આચાર્ય નું બહુમાન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલાના ઊંડાણના ડેડીયાપાડા સાગબારા તાલુકાની 58 માધ્યમિક શાળાઓ ની સફળ સંચાલન અને  સંકલન કરનાર આચાર્યનું અત્રે જાહેર સન્માન આરોગ્ય મંત્રી ના હસ્તે કરવામાં આવ્યું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તથા સાગબારા ની 58 જેટલી શાળા ઓ નું શાળા વિકાસ સંકુલ હેઠળ સફળ સંકલન અને સંચાલન કરી આદિવાસી ગામડાઓમાં શિક્ષણ પ્રસાર કરનાર એ એન બારોટ વિદ્યાલયના આચાર્ય યોગેશ ભાલાનીનું અત્રે રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના હસ્તે જાહેર સન્માન કરાયું હતું યોગેશ ભાલાની વિજ્ઞાન શિક્ષક હોવા છતાં આ વિસ્તારની શાળાઓમાં સંગીતની તાલીમ પર ભાર મૂકી રાજ્ય કક્ષાએ  સ્થાન પ્રાપ્ત કર્યું છે જયારે જાતે એન સી સી કમાન્ડર ની ટ્રેનિંગ લઇ આદિવાસી વિસ્તારોમાં એનસીસીની તાલીમ લેવા યુવાનોને પ્રોત્સાહિત કરતા એનસીસી તાલીમ પ્રાપ્ત આ વિસ્તારના 50 થી 60 યુવાનો પોલીસ તેમજ સીઆરપીએફ કે અન્ય આર્મી ફોર્સ માં ફરજ બજાવી રહ્યા છે યોગેશ ભાલાની ના સન્માન સમયે કલેકટર ડી એ શાહ. ડીડીઓ બી ડી પલસાણા. ડી ઈ ઓ જયેશ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષબેન વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

(10:24 pm IST)