Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સુરતના કતારગામમાં મિત્રના ક્રેડિટ કાર્ડમાંથી 2 લાખ ઉપાડી છેતરપિંડી આચરનાર મિત્ર સહીત તેના ભાઈની ધરપકડ

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારે બે વર્ષ અગાઉ સાથે કામ કરતા મિત્રને પૈસાની જરૂર હોય પૈસા ઉપાડવા માટે પોતાનો ક્રેડિટ કાર્ડ આપ્યો હતો. પરંતુ મિત્રએ બે મહિના માટે ક્રેડિટ કાર્ડ લઈ જઈ રૂ.2 લાખ ઉપાડી પૈસા અને કાર્ડ પરત નહીં કરી બે ભાઈઓ સાથે મળી રત્નકલાકારને જાનથી મારી નાખવાની ધમકી આપતા કતારગામ પોલીસે ગુનો નોંધી કાર્ડ લઈ જનાર મિત્ર અને તેના ભાઈની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના ધાનેરાના ખીમ્મત ગામના વતની અને સુરતમાં પરિવાર સાથે કતારગામ લલીતા ચોકડી પાસે નીલકંઠ સોસાયટી શેરી નં.1 ઘર નં.49 માં રહેતા 44 વર્ષીય કીર્તીભાઈ ચેહરાભાઈ સુથાર કાપોદ્રા ધામેલીયા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. ગત 15 જુલાઈ 2019ના રોજ સાથે કામ કરતા મિત્ર સંજય પરસોત્તમભાઈ વેગડ ( ઉ.વ.41, રહે.બી/602, શગુન એવન્યુ, સીતાનગર પાસે, બીઆરટીએસ રોડ, વિક્રમનગરની પાછળ, પુણાગામ, સુરત. મુળ રહે.ગીરગુંદાળા, તા.મેંદડા, જી.જુનાગઢ ) એ કતારગામ બાપા સીતારામ ચોક પાસે મળવા બોલાવી ઘરના કામ માટે પૈસાની જરૂર છે કહી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી આપો, ઉપાડેલા તમામ પૈસા અમે ભરી દઈશું તેમ કહ્યું હતું.

(6:00 pm IST)