Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કાલે વિશ્વ સિંહ દિવસ: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની વર્ચ્યુઅલ ઉજવણી યોજાશે

રાજકોટ તા.૯  ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તા. ૧૦ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

      જેના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આવતીકાલ સવારે ૧૦.૩૦ કલાકે ગાંધીનગર ખાતે વિશ્વ સિંહ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવશે. 

મુખ્યમંત્રી નિવાસ સ્થાને વનવિભાગ દ્વારા યોજાનાર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કાર્યક્રમ પ્રસંગે વન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, વન રાજ્ય મંત્રીશ્રી રમણલાલ પાટકર સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યભરમાંથી પ્રકૃતિ- વન્યજીવ પ્રેમીઓ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. 

 

(5:06 pm IST)