Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પેટ્રોલ અને દૂધ બાદ હવે ફ્રૂટ પણ થયા મોંઘા

દિવસેને દિવસે મોંઘવારી પણ માઝા મુકી રહી છે : મોંઘવારીની કારમી ભીંસને લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે

અમદાવાદ, તા.૯: દિવસેને દિવસે મોંદ્યવારી પણ માઝા મુકી રહી છે. મોંદ્યવારીની કારમી ભીંસને લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ ખાદ્ય તેલ અને દૂધમાં ભાવ વધારો લોકો હજુ સહન કરી રહ્યા છે. એવામાં હવે ફ્રૂટના  ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ફ્રૂટના ભાવમાં સતત ૧૦ થી ૧૫ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ખાદ્ય તેલ દૂધ અને ફ્રૂટ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થતા વધારાથી આજે સામાન્ય માનવીઓ ખૂબજ પરેશાન છે. ત્યારે ફ્રૂટના ભાવમાં સતત ૧૦ થી ૧૫ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આવક ઓછી અને ડિમાન્ડ વધારે હોવાના કારણે આ ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાના કારણે લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે તો બીજી તરફ શ્રાવણ માસ હોવાના કારણે પણ લોકો ફ્રૂટ ખરીદવા આવે છે પરંતુ પહેલા ૧ કિલો સફરજન લેતા હતા તે માત્ર ૫૦૦ ગ્રામ સફરજન લેતા થઈ ગયા છે. ત્યારે આ અંગે વેપારીઓનું માનવું છે કે, આગામી ૧૦ દિવસમાં ભાવમાં દ્યટાડો થઈ શકે છે.

જાણો હાલમાં ફ્રૂટના ભાવમાં કેટલો વધારો થયો

 સફરજનનો ભાવ ૧૬૦ થી ૨૦૦ રુપિયા પ્રતિકિલો છે. જયારે જુનો ભાવ ૮૦ થી ૧૦૦ રૂપિયા પ્રતિકિલો હતો.

 પપૈયાનો ભાવ ૭૦ થી ૮૦ રુપિયા પ્રતિકિલો છે. જયારે જુનો ભાવ ૫૦ રૂપિયા પ્રતિકિલો હતા.

 મોસંબીનો ભાવ ૬૦ રુપિયા પ્રતિકિલો છે. જયારે જુનો ભાવ ૪૦ થી ૫૦ રૂપિયા પ્રતિકિલો હતા.

 કેળાનો ભાવ ૩૦ થી ૪૦ રુપિયા પ્રતિકિલો છે. જયારે જુનો ભાવ ૨૦ રૂપિયા પ્રતિકિલો હતો.

 રાસબરીનો ભાવ ૧૫૦ થી ૨૦૦ રુપિયા પ્રતિકિલો છે. જયારે જુનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિકિલો હતો.

 કિવીનો ભાવ ૧૫૦ રુપિયા પ્રતિકિલો છે. જયારે જુનો ભાવ ૬૦ રૂપિયા પ્રતિકિલો હતો.

 પાઈનેપલનો ભાવ ૫૦ રુપિયા પ્રતિકિલો છે. જયારે જુનો ભાવ ૪૦ રૂપિયા પ્રતિકિલો હતો.

 દાડમનો ભાવ ૮૦ થી ૧૫૦ રુપિયા પ્રતિકિલો છે. જયારે જુનો ભાવ ૪૦ થી ૫૦ રૂપિયા પ્રતિકિલો હતો.

દ્રાક્ષનો ભાવ ૩૦૦ રુપિયા પ્રતિકિલો છે. જયારે જુનો ભાવ ૨૫૦ રૂપિયા પ્રતિકિલો હતો.

(3:00 pm IST)