Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ચાણોદના ત્રિવેણી સંગમમાં વડોદરાના બે યુવકો ડુબ્યા: શોધખોળ શરૂ

વડોદરા રહેનાર પાંચ યુવકો નર્મદા સ્નાન કરવા ગયા જેમાંથી બે તણાય ગયા : પોલિસ અને સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ શરુ

વડોદરામાં ચાણોદના ત્રિવેણી સંગમમાં યુવકોને નાહવું મોંઘુ પડ્યું છે. જેમાં નાહવા પાંચ મિત્રો નાહવા પડ્યા હતા જેમાં બે યુવકો ડુબ્યા છે. મુળ છોટાઉદેપુરના અને વડોદરા રહેનાર પાંચ યુવકો નર્મદા સ્નાન કરવા ગયા હતા. જેમાંથી પાંચ પૈકી બે તણાય ગયા છે.

  જાણકારી થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં પોલિસ અને સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ શરુ કરવામા આવી છે. મોડી રાત સુધી શોધખોળ કરી છતા પત્તો લાગ્યો નથી. આજે ફાયરબ્રિગેડની ટીમોની મદદ લેવાશે.

વડોદરા નદીમાં રવિવારના દિવસે મજા માણવા આવતા હોય છે. પરંતુ આ મજા આ યુવકોને ભારે પડી છે.પાંચ યુવકોમાંથી બે યુવકો ડૂબી જતા તેની શોધખોળ શરુ કરવામાં આવી છે.

(1:05 pm IST)