Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

ભેસાણ ઈચ્છાપોર રોડડમ્પરે અડફેટે લેતા ધોરણ-10 ની પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનું અકસ્માતમાં કરૂણ મોત

અંગ્રેજીનું છેલ્લું પેપર હતું:બાઇક સવાર પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો: મૃતક પ્રગતિના પિતા ક્રિભકોમાં કોન્ટ્રાકટ સુપર વાઇઝર :બે સંતાનોમાં મોટી દીકરીનું નિધન થયું :પરિવારમાં શોકનો માહોલ

સુરતના ભેસાણ ચોકડી પાસે બાઇક પર જઈ રહેલા પિતા-પુત્રીને ટ્રકે ટક્કર મારતાં દીકરીનું મોત નીપજ્યું છે. મૃતક પ્રગતિની ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી હતી અને આજે અંગ્રેજીનું છેલ્લું પેપર હતું, ત્યારે અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. બાઇક સવાર પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મૃતક પ્રગતિના પિતા ક્રિભકોમાં કોન્ટ્રાકટ સુપર વાઇઝર છે. બે સંતાનોમાં મોટી દીકરીનું નિધન થયું છે. પરિવારમાં શોકનો માહોલ છે.

ઈચ્છપોર વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો છે. 16 વર્ષીય પ્રગતિ નીતનભાઈ ધોરણ 10 માં અભ્યાસ કરે છે. આજે તેનુ હિન્દીનુ પેપર હતું. તે આજે સવારે હિન્દીનુ પેપર આપવા નીકળી હતી ત્યારે ભેસાણ ઈચ્છાપોર રોડ પાસે સવારે 10 વાગ્યાના સમયે તેનો અકસ્માત થયો હતો. એક ડમ્પરે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. ડમ્પર ચાલકે વિદ્યાર્થીનીને પાછળથી ટક્કર મારી હતી. આમ, ધોરણ 10 નું પરીક્ષા આપે તે પહેલાં જ અકસ્માતમાં પ્રગતિનુ મોત નિપજ્યુ હતું.

અકસ્માત અંગે જાણ થતા રાંદેર પોલીસ સ્થળ પર પહોંચી હતી.અને વિદ્યાર્થિનીનો મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત માસાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.માતા પિતા સહિત પરિવારજનોને અકસ્માત અંગે જાણ કરતા તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પુત્રીના મોતને લઈને તેઓ આક્રંદ કરવા લાગ્યા હતા.

પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રગતિ ભણવામાં તેજસ્વી હતી.તેના પિતા એક કમ્પનીમાં નોકરી કરે છે.પોલીસે જણાવ્યું હતું કે ટ્રક મૂકી ચાલક ભાગી ગયો છે. બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(11:37 pm IST)