Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

રાજપીપળા ટેકરા ફળિયામાં જુગાર રમતા બે શખ્સોને પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડ્યા : બે વોન્ટેડ જાહેર કરાયા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ના ટેકરા ફળીયા વિસ્તારમાં જુગાર રમતા બે ઇસમોને પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે જ્યારે બે નાશી ગયેલા ની શોધખોળ આદરી છે

મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ પ્રોહીબિશન જુગાર ના ચેકીંગ માં નિકળી હતી ત્યારે મળેલી બાતમીના આધારે રાજપીપળા ટેકરા ફળિયામાં ચાલતા જુગાર પર પોલીસે રેડ કરતા ત્યાં જુગાર રમતા અજય સતીષભાઈ વસાવા રહે - ભાથીજીના મંદિર પાસે ટેકરા ફળીયા રાજપીપળા તથા જશવંતભાઈ રણછોડભાઈ વસાવા રહે - ટેકરા ફળીયા રાજપીપળા નાઓ ઝડપાઈ ગયા હતા તેમની અંગ ઝડતીમાંથી રોકડા રૂ .૪૩૦ / - તથા દાવ ઉપરના રૂ .૩૫૦ / -મળી કલ્લે કિં.રૂ.૭૮૦ નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો જ્યારે આ રેડ દરમિયાન વિનોદભાઈ વસાવા અને રાહુલભાઈ વસાવા નાશી જતા તેને વોન્ટેડ જાહેર કરાયા છે.

(11:29 pm IST)