Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

રામપુરી ગામમાં સગાભાઈ એ ઉછીના લીધેલા રૂપિયા 25,000 પરત ન આપવાના ગુનામાં ભાઈને એક વર્ષની સજા કરતી કોર્ટ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરી ફળીયા માં રહેતા ભાઈ એ બીજા ભાઈ પાસેથી લીધેલા ઉછીના રૂપિયા પરત ન કરતા કોર્ટે તેને એક વર્ષની સજાનો હુકમ કર્યો છે

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના રામપુરી ગામે રહેતા રમેશભાઈ ચંદુભાઈ બારીયા એ તેમના સગા ભાઈ જયંતીભાઇ ચંદુભાઇ બારીયા ને ઉછીના 25 હજાર રૂપિયા આપેલા થોડા વખત પછી ઉધરાણી કરી માંગણી કરતા તે રકમની ચુકવણી માટે જયંતિભાઈ એ રમેશભાઈ ને  દેના બૅન્ક,રાજપીપલા બ્રાન્ચનો ચેક આપેલો પરંતુ આ ચેક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાના કારણે રિટર્ન થયો ત્યારબાદ નાણાં ની માંગણી કરતા યોગ્ય જવાબ ન મળતા આખરે રમેશભાઈ એ વકીલ મારફતે ચેકની રકમની માંગણી કરતી ડીમાંડ નોટીસ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇ મુજબ નોટિસ આપી કોર્ટમાં કેસ દાખલ થયા બાદ ફરીયાદ પક્ષના વકીલ તૌસીફ એ.ઠાકોર ની ધારદાર દલીલો ને ગ્રાહય રાખી નામદાર તિલકવાડાના જયુ.મેજીસ્ટ્રેટ એ જયંતિભાઈ બારીયાને દોષિત ઠેરાવી ૧ વર્ષની સાદી કેદની સજા તથા વળતર પેટે રૂા.૨૫,૦૦૦ ચૂકવવા અને જો વળતરની રકમ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.

(11:24 pm IST)