Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની વંદના કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે સરદાર પટેલની વંદના પણ કરી હતી. 

મુખ્યમંત્રીએ  વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર  વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે  નિહાળ્યું હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ કલાબેન તડવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તકનીકી જાણકારી સંસ્કૃતમાં પુરી પાડી હતી. 
 
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  આવનાર મુલાકાતીઓ- પ્રવાસીઓ સરદાર સાહેબની પ્રતિમા નિહાળી ખૂબ જ અભિભૂત થાય છે. અહીં  પ્રવાસીઓ માટે ખૂબ જ સુંદર પ્રકારની સગવડો ઉભી કરવામાં આવી છે.

આ  મુલાકાત દરમિયાન તેમની સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મુખ્ય સચિવ પંકજ કુમાર, એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી રવિ શંકર પણ જોડાયા હતા.

(11:40 pm IST)