Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

રવિવારે રાજપીપળા કરજણ વિશ્રામ ગૃહ ખાતે ABPSS ની મિટિંગ યોજાશે : રાજ્ય કક્ષાના હોદ્દેદારો માર્ગદર્શન આપશે

(ભરત શાહ દ્વારા) -  રવિવાર તારીખ 10 એપ્રિલ ને રવિવાર ના રોજ સવારે 11 કલાકે રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસ ખાતે નર્મદા જિલ્લા ABPSS અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની મિટિંગ નું આયોજન કરાયું છે.

નર્મદા જિલ્લાના મુખ્ય હોદ્દેદારો પ્રભારી જયદીપસિંહ રાઠોડ, પ્રમુખ ભરત શાહ અને મહામંત્રી ઇકરામ મલેક દ્વારા આ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં જિલ્લાના 5 તાલુકાના 10 જેટલા સદસ્યો તેમજ અન્ય પત્રકાર મિત્રો આ મિટિંગ મા હાજર રહેશે આ મિટિંગમાં ABPSS ના રાજ્ય કક્ષા ના હોદ્દેદારો હાજર રહી જરૂરી માર્ગદર્શન આપશે અને વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરાશે.

(11:17 pm IST)