Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

વિરમગામના જુનાપાધર ખાતે આઠમા તબક્કાનો તાલુકાકક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને સેવા આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાજ્યના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમનાં રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુંને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું. જે અંતર્ગત અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના જુનાપાધર ખાતે આઠમા તબક્કાના તાલુકા કક્ષાના સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને સેવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પેટલ, પુર્વ ધારાસભ્ય પ્રાગજીભાઇ પટેલ, જીલ્લા સદસ્ય પ્રમોદભાઇ પટેલ, ચિરાગભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, જનકભાઇ પટેલ, કાન્તિભાઇ પટેલ, નિલેશભાઈ ચૌહાણ, મામલતદાર પી એમ ભટ્ટ સહીત સરકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

(8:39 pm IST)