Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

સાણંદમાં ટૂંકાગાળાના વ્યવસાયીક તાલીમ સેન્ટરનું ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : સાણંદ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ૧૮ થી ૩૫ વયના બેરોજગાર યુવક યુવતીઓને ટૂંકા ગાળાની વ્યવસાયીક તાલીમ દ્રારા રોજગારી મળી રહે નોકરી ધંધો મળી રહે તે ઉમદા હેતુથી એજયુટેસ્ટ સોલ્યુશન્સ પ્રા.લી,અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન અને ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય ના સંયુક્ત ઉપક્રમે કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા સાણંદ તાલીમ કેન્દ્ર નું સાણંદ ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય ખાતે ઉદ્ઘાટન કરવા મા આવ્યું હતું. જેમાં સમારંભના અધ્યક્ષ સુરેશ ચન્દ્ર આર્ય - પ્રધાન સાર્વદિશીક આર્ય પ્રતિનિધિ સભાં,તાલીમ કેન્દ્ર નું ઉદ્ઘાટન અનારબેન પટેલ, માનવ સાધના ટ્રસ્ટ -પ્રમુખ, જયેશભાઇ દ્રારા કરવામા આવેલ અને મખ્ય મહેમાનમા વિનય આર્ય, એમ.ડી, જે.બી. આર .નિર્માણ, જયા આર્ય, એમ.ડી.એજયુટેસ્ટ સોલ્યુશન્સ પ્રા.લી,ચંદ્રકાંન્ત કુંભાણી, અંબુજા સિમેન્ટ  ફાઉન્ડેશન ના પ્રેસિડેન્ટ, ભોગીભાઈ રૂડાભાઈ પરમાર, ઠક્કરબાપા સાર્વજનિક  છાત્રાલય ના પ્રમુખ, તથા ટી.ડી.પટેલ, સમાજ સેવક, નટુભાઈ કુબેરદાસ પટેલ,સામાજિક આગેવાન,મુકેશભાઈ મકવાણા, સામાજિક આગેવાન કાર્યક્રમ ઉપસ્થિત રહેલ અને તમામ મેહમાન દ્રારા દીપપ્રાગટ્ય તથા પ્રાર્થના થી કાર્યક્રમ શરૂ કરવા મા આવેલ સ્કૂલ બાળાઓ દ્રારા સ્વાગતગીત તથા તાલીમ લઈ રહેલ તાલીમાર્થી દ્રારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ તથા મહેમાન ના હસ્તે તાલીમાર્થીઓ ને પ્રમાણ એનાયત કરેલ અને આવેલ મેહમાન દ્રારા કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યુ હતું. વધુ વધુ બેરોજગાર યુવાન યુવતીઓ ને આહવાન કરેલ કે તેવો ટૂંકા ગાળાની તાલીમ લઈ ને પોતાની રીતે પગ ભર થાઈ રોજગારી મેળવતા થાઈ તેવા ઉમદા હેતુ થી તાલીમ કેન્દ્ર શરુ કરવા મા આવેલ છે હાલ રેફિજરેશન એન્ડ એ.સી.મિકેનિક - ૩ માસ, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (નર્સીંગ ) - ૬ માસ, હોસ્પિટાલીટી (ફ્રૂડ એન્ડ બેવરેઝિસ ) ૪ માસ માટે ના હાલ કોર્સ શરૂ કરી દેવા મા આવેલ છે તેમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ હતુ. (તસવીરઃ- ચિરાગ પટેલ – સાણંદ)

(8:38 pm IST)