Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

વડોદરાના પાદરા વિસ્તારમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા મકાનમાલિકની ધરપકડ કરવામાં આવી

વડોદરા:પાદરાની નારાયણનગર સોસાયટીમાં મુંબઈ અને કોલકત્તા વચ્ચેની ટી-૨૦ ક્રિકેટ મેચ પર સ્ટેટ વિજિલન્સે ક્રિકેટ સટ્ટો ઝડપી પાડયો હતો.ક્રિકેટના સટ્ટા માટે મકાન તથા સોફ્ટવેર આપનાર આરોપીઓને  પોલીસે ઝડપી પાડયા છે.  વિજિલન્સે અલતાફહુસેન અહેમદભાઈ મનીયાર(રહે.મસીહાપાર્ક, જાસપુરરોડ, પાદરા),  સાહિલ યુસુફભાઈ જાની(રહે.નારાયણનગર સોસાયટી, પાદરા), અસફાકભાઈ મહમદભાઈ મલેક(રહે.ઉંચીપોળ, પાદરા) અને સિદ્ધાર્થ કિરણભાઈ પટેલ(રહે.મિલનકુંજ સોસાયટી, પાદરા)ને ઝડપી પાડયા હતાં. આ ઉપરાંત ક્રિકેટ સટ્ટામાં સંડોવાયેલા સલીમ ઇબ્રાહિમ પટેલ (જાની) (રહે.નારાયણનગર, પાદરા) તથા , શબ્બીર રસુલભાઇ ગરાસિયા (રહે.હાસમી  પાર્ક, જાસપુરરોડ,પાદરા)ને પોલીસે ઝડપી પાડયા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સલીમ પટેલ મકાન માલિક છે.જ્યારે સટ્ટો રમવા માટે  સોફ્ટવેર શબ્બીરે આપ્યું હતું.

(5:15 pm IST)