Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

વડોદરા:સાંકરદા-પદમલા રોડ નજીક પીવાના પાણીની લાઇનમાંથી લીકેજ થતા હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો

વડોદરા: વડોદરા નજીક સાંકરદા - પદમલા રોડ પર પીવાના પાણીની લાઇનમાંથી લિકેજના કારણે હજારો લીટર પાણીને વેડફાટ થયો હતો. ખેતરો અને કોતરોમાં પાણી ભરાયા : ગરનાળા ચોકી પાસે ભંગાણથી પાણી નકામું વહી ગયુંએક બાજુ ઉનાળામાં લોકોેને પૂરતાં પ્રેશરથી પાણી જોઇએ તેટલું મળતું નથી, બીજી બાજુ લિકેજના વધી રહેલા બનાવોના કારણે પાણી નકામું વેડફાઇને વહી રહ્યું છે. સાંકરદા - પદમલા રોડ પર પાણી લિકેજ થઇને નજીકના કોતરો અને ખેતરોમાં ફરી વળ્યું હતું. બીજી બાજુ વડોદરામાં પણ ગરનાળા પોલીસ ચોકીની પાછળ સવારે કોર્પો.ની લાઇનમાં ભંગાણ થયું હતું. પાણી સતત વહેતુ નજીકની વસાહતમાં વહેતા ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોર્પોરેશન દ્વારા પાણીની સમસ્યા પ્રશ્ને કંટ્રોલ રૃમ શરૃ કરાયો છે અને લોકોને લિકેજ સહિતના બનાવોની જાણ કરવા છતાં તાકીદે કામગીરી હાથ ધરાતી નથી. શહેરમાં વુડા સર્કલથી અયોધ્યાનગર જતા છેલ્લા ત્રણ દિવસથી પાણીના લિકેજના લીધે વેડફાટ થયો હતો. કોર્પોરેશનમાં રોજ પાણી પ્રશ્ને રજૂઆતો કરવા માટે લોકોના મોરચા આવે છે. જેઓ દૂષિત અને પાણી પૂરતું મળતું નહીં હોવાની રજૂઆતો કરતા રહે છે બીજી બાજુ લિકેજના ઉપરા છાપરી બનતા બનાવોથી પાણીનો થતો બગાડ રોકવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. 

(5:14 pm IST)