Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

સુરત:વરાછા વિસ્તારમાં ફરસાણના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 10 હજાર પડાવી લેનાર બે મહિલા સહીત ટોળકીની પોલીસે ધરપકડ કરી

સુરત, : સુરતના વરાછા વિસ્તારમાં રહેતા મૂળ ભાવનગર ગારીયાધારના ફરસાણના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.10 હજાર પડાવી બીજા રૂ.50 હજારની માંગણી કરનાર બે મહિલા સહિતની ટોળકીની સિંગણપોર-ડભોલી પોલીસે ગુનો નોંધી અટકાયત કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર ગારીયાધારના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા 46 વર્ષીય રાકેશભાઈ ( નામ બદલ્યું છે ) વરાછા મીનીબજારમાં ફરસાણની દુકાન ધરાવે છે. પખવાડીયા અગાઉ એક મોબાઈલ નંબર ઉપરથી તેમને વ્હોટ્સએપ પર મેસેજ આવતા તમે કોણ પૂછ્યું તો તેણે પોતાનું નામ ખુશ્બુ કહ્યું હતું. રાકેશભાઈ તેને ઓળખતા ન હોય વાત કરવાની ના પાડી હતી.જોકે, ખુશ્બૂએ કહ્યું હતું કે હું તમને ઓળખુ છું.ખુશ્બૂએ ત્યાર રોજ મેસેજ કરી વ્હોટ્સએપ કોલીંગથી વાત કરવા માંડી હતી.ગત બપોરે ખુશ્બુએ કોલ મી નો મેસેજ કરતા રાકેશભાઈએ વ્હોટ્સએપ કોલ કર્યો તો તેણે આવો ત્યારે નાસ્તો લેતા આવજો તેમ કહ્યું હતું. આગલા દિવસે પણ ખુશ્બૂએ મેસેજ કરી નાસ્તો લઈ મળવા બોલાવ્યા હતા ત્યારે વેપારીએ મજાક કરી હતી કે તમે ઘરે રસોઈ બનાવતા નથી.આથી ખુશ્બૂએ કહ્યું હતું કે હું બહેનપણીના ઘરે આવી છું. ત્યાર બાદ ખુશ્બૂએ 12.53 કલાકે અને 12.56 કલાકે વોઈસ મેસેજ કરી ફરી નાસ્તો લઈને આવવા કહેતા રાકેશભાઈ ખોડીયાર નગર વરાછા ખાતેથી નાસ્તો લઈ બપોરના આશરે બે વાગ્યાના સમયે ખૂશ્બૂના કહ્યા મુજબ ડભોલી રોડ શાક માર્કેટ મનિષ નગર પહોંચ્યા ત્યાં ક્રિષ્ના બેકરીની ઉપર પહેલા માળે એક મહિલા ઉભી હતી. રાકેશભાઈ ત્યાં પહેલા માળે જતા તે મહિલા ફ્લેટનો દરવાજો ખોલી અંદર લઈ ગઈ તો ત્યાં બે મહિલા હાજર હતી. તમામ સોફા પર બેસ્યા ત્યારે મહિલાએ બીજા રૂમમાં જવા કહેતા રાકેશભાઈએ ઇન્કાર કર્યો તો ખુશ્બૂ કંઈ નહીં થાય ચાલો તેમ કહી રાકેશભાઈના ખભા ઉપર હાથ મુકી બીજા રૂમમા લઈ ગઈ હતી. ત્યાં પાથરેલા ગાદલા પર બેસાડી ખુશ્બૂએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ કહી રાકેશભાઈના ગુપ્ત ભાગે તેમજ શારીરીક અડપલા કરવા લાગ્યા હતા.

(5:39 pm IST)