Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

સુરતના પાલનપુર પાટિયા નજીક કરિયાણાના વેપારીને ત્યાં કામ કરતી આધેડ મહિલા 2.02 લાગના દાગીનાની ચોરી કરતા પોલીસ ફરિયાદ

સુરત: સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા કરીયાણાના વેપારીને ત્યાં ઘરકામ માટે આવતી આધેડ મહિલાએ રૂ.2.02 લાખના દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વર્ષ અગાઉ કામ પર જોડાઈ ત્રણ મહિનામાં કામ છોડી ફરી ચાર મહિના અગાઉ કામ શરૂ કરી મહિલાએ પહેલી એપ્રિલે સવારે ફોન કરી હવે કામ પર નહીં આવું તેવી જાણ કરી તે પહેલા દાગીના ઘરમાં હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાલનપુર પાટીયા સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષ ડી/204 માં રહેતા 55 વર્ષીય હરીચંદભાઈ નવલમલ છાતરીયા પાલનપુર પાટીયા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં કરીયાણાની દુકાન ધરાવે છે. પરિવારમાં સાત સભ્યો હોય એક વર્ષ અગાઉ તેમને ત્યાં ઘરકામ માટે રમીલાબેન ચાવડા ( ઉ.વ.48,રહે.પ્રકાશ મોબાઈલનાં ખાંચામાં, નારી સંરક્ષણ ગ્રુહની સામે, રામનગર, રાંદેર, સુરત ) રૂ.700 ના પગારે જોડાયા હતા. જોકે, મે 2021 રમીલાબેને અંગત કારણોસર કામ છોડી દીધું હતું. પરંતુ ડિસેમ્બર 2021 માં ફરી કામની જરૂર હોય તેમને રૂ.1100 ના પગારે રાખ્યા હતા. 31 માર્ચની સાંજે કામ કરી ગયેલા રમીલાબેને બીજા દિવસે ફોન કરી હું હવેથી કામ પર નહીં આવીશ તેવું જણાવ્યું હતું. બીજા દિવસે ચેટીચાંદનો તહેવાર હોય હરીચંદભાઈની અપરણિત પુત્રી મેઘાને પોતાના બેડરૂમમાં દીવાલ સાથે લગાવેલા મંદિરના ખાનામાં મુકેલા રૂ.2,02,200 ની મત્તાના સોનાના દાગીનાનો ડબ્બો શોધ્યો હતો પણ મળ્યો નહોતો. તેણે દાગીના 31 માર્ચે સાફ કરીને ડબ્બો સવારે જ મુક્યો હતો અને 31 માર્ચ સુધી દાગીના ઘરમાં જ હતા. રમીલાબેન પણ તે દિવસે સાંજે છ વાગ્યે કામ કરી ગયા બાદ અચાનક કામ પર નહીં આવતા તેમણે ચોરી કર્યાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ મેઘાએ ગતરોજ રાંદેર પોલીસ મથકમાં નોંધાવી હતી.

(5:10 pm IST)