Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

સુરતના સરથાણા કાપડની દુકાન બંધ થતા ટેંશનમાં આવી યુવાને ફાસો ખાતા અરેરાટી મચી જવા પામી

સુરત : સરથાણમાં ગુરૃવારે બપોરે કાપડની દુકાન બંધ થયા બાદ સતત માનસિક તાણ અનુભતા યુવાને, આર્થિક તકલીફના લીધે સરથાણાના રત્નકલાકાર, ફોન પર વાતચિત કર્યા બાદ સચીનના યુવાન, હજીરાના યુવાન અને ગોડદાડરાના આધેડે આત્મહત્યા કરી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં વ્રજરાજ રેસીડન્સીમાં રહેતા ૩૨ વર્ષીય ચિરાગ રમેશભાઇ દેત્રોજા ગુરૃવારે બપોરે ઘરે ચાદરથી ફાંસો ખાધો હતો.  ૮-૧૦ દિવસ પહેલા કાપડની દુકાન બંધ થતા માનસિક તાણમાં હતો. તે મૂળ રાજકોટના જામકંડોરણાના ચિત્રાવડનો વતની હતો. સંતાનમાં બે માસનો બાળક છે.

બીજા બનાવમાં સરથાણામાં યોગીચોક પાસે તિરૃપતિ સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય રત્નકલાકાર કમલેશ બાબુભાઇ તળાવિયા ગુરૃવારે રાતે ઘરે ચુંદડીથી ફાંસો ખાધો હતો. ચાર માસ પહેલા જ લગ્ન થયા હતા. તેને નાણાંકીય ભીંસ રહેતી હતી. બંને બનાવ અંગે સરથાણા પોલીસ તપાસ કરે છે. ત્રીજા બનાવમાં સચીનના ઉનખાતે શોયેબનગરમાં રહેતા૨૧ વર્ષીય શ્રમિક મોહમંદ અસગર અલી મોહમંદ મકસુદ અન્સારીએ આજે સવારે ઘરે ફાંસો ખાઇ લીધો હતો. મૂળ ઉત્તરપ્રદેશના વતની યુવાને ફોન પર કોઇની સાથે વાત કર્યા બાદ આ પગલું ભર્યું હતું. સચીન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)