Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

નડિયાદમાં ખેતા તળાવ નજીક હોટલની બહાર પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા શખ્સ ગાડીમાં મુકેલ પર્સ ચોરી છૂમંતર.......

નડિયાદ : નડિયાદ શહેરમાં ખેતા તળાવ સામે આવેલી એક હોટલ બહાર પાર્ક કરેલી લક્ઝુરિયસ કારનો કાચ તોડી અજાણ્યા શખ્સ ગાડીમાં મુકેલા પર્સની ઉઠાંતરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.

નડિયાદ શહેરમાં મંજીપુરા ચોકડી પાસે રીંગ રોડ પર આવેલા નીલકંઠ બંગલામાં કેતનકુમાર જોશી પોતાના પરિવાર સાથે નડિયાદની વૂડલેન્ડ હોટલમાં રાત્રિના જમવા ગયા હતા. તેઓએ પોતાની ગાડી હોટલ બહાર મુખ્ય રોડ પર પાર્ક કરી હતી. દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે તેમની ગાડીનો કાચ તોડી પાછળની સીટ પર તેમની માતા શમાબેને મુકેલા પર્સની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. આ પર્સમાં રૂ.૧૦ હજર રોકડા તથા બેન્ક એ.ટી.એમ કાર્ડ તથા જરૂરી કાગળો મુક્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

(5:08 pm IST)