Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

શ્રેષ્‍ઠ કામગીરી બદલ આશિષ ભાટિયા દ્વારા અધિકારી, સ્‍ટાફ સહિત ૧૧૦નું ભવ્‍યાતિ ભવ્‍ય બહુમાન

ડીજી કમેન્‍ડેશન ડીસ્‍ક જેવા પ્રતિષ્‍ઠ એવોર્ડથી એવોર્ડથી વિભૂષિત, તેજપાલ સિંહ બિસ્‍ત, વિકાસ સહાય, નરસિહમા કોમાર, રાજુ ભાર્ગવ, અનુપમસિંહ ગેહલોત, બ્રજેશ ઝા, સુભાષ ત્રિવેદી, નિર્લિપત રાય, ગૌરવ જસાણી, કે.ટી.કામરિયા, જયકુમાર પંડિયા, ભાવેશ રોજિયા, રાજેન્‍દ્રસિંહ ઝાલા વિગેરેનો સમાવેશ અભિનંદન વરસ્‍યા અપરંપાર

રાજકોટ,તા.૯: કોરોના મહામારી સહિત કાયદો વ્‍યવસ્‍થા જાળવવા સાથે શ્રેષ્‍ઠ કામગીરી કરનાર ઉચ્‍ચ અધિકારીઓથી માંડીને સ્‍ટાફની પીઠ થાબડવા રાજયના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ડીજી કમેન્‍ડેશન ડીસ્‍ક દ્વારા ભવ્‍યાતિભવ્‍ય બહુમાન કરવામાં આવ્‍યું હતું.
જે પોલીસ કર્મચારીઓ દ્વારા થતી સારી કામગીરીને બીરદાવવામાં આવે અને પોલીસ કર્મચારીની ફરજ નિષ્‍ઠાને સમાજમાં એક ઓળખ મળે તે માટે દરવર્ષે રાજય પોલીસ વડાશ્રી દ્વારા વિધિવત સન્‍માન આપવામાં આવે છે. ગુજરાતમાં પોલીસ દળમાંથી સારૂં કામ કરનાર અધિકારીઓ માટે આ '' DGPs Commendation Disc''એનાયત કરવાની પ્રથા વર્ષ-૨૦૨૦થી શરૂ કરવામાં આવેલ છે. આ પદકને પોલીસ અધિકારી પોતાના યુનિફોર્મ ઉપર પણ લગાવી શકે છે. તમામ રેન્‍કના પોલીસ અધિકારી / કર્મચારીઓમાંથી આ સન્‍માન માટે યોગ્‍ય અધિકારી / કર્મચારી પસંદ કરવા માટેની એક પ્રક્રિયા નિયત કરવામાં આવેલ છે. ઉપરાંત, કેવા પ્રકારની કામગીરી બદલ આ ચંદ્રક આપી શકાય તે અંગેના ધોરણો પણ નિヘતિ થયેલ છે. જેમાં સાહસ અને વીરતાનું વિશેષ કામ, અધરા અને અટપટા ગુના ઉકેલવા, કુદરતી આફતો વખતે સારી બચવા કામગીરી કરવી, નવતર અભિગમ અને ઉચ્‍ચ પ્રકારના કૌશલ્‍ય સાથેની ખંતપૂર્વકની કામગીરી, સ્‍વચ્‍છ સર્વીસ રેકોર્ડ જેવા અનેક પાસાઓ તથા કાબેલીયત ધ્‍યાનમાં લઈને વિજેતાની પસંદગી કરવામાં આવે છે. આ સન્‍માન માટે પોલીસના ડ્રાયવરથી લઈને હથિયારી / બિનહથિયારી અને એસ.આર.પી. કોન્‍સટેબલથી લઈને તમામ ઉચ્‍ચ અધિકારીઓની પસંદગી થઈ શકે છે. આ ધોરણે અન્‍વયે સમગ્ર રાજયમાંથી ઉમદા કામગીરી કરનાર જવાનો અને અધિકારીઓના નોમીનેશન મંગાવવામાં આવેલ હતા અને તેના આધારે ગૃહવિભાગ દ્વારા ઠરાવ્‍યા પ્રમાણેની ઉચ્‍ચ પોલીસ અધિકારીઓની એક પસંદગી સમિતિ દ્વારા વર્ષ- ૨૦૨૦ માટે DGP's Commendation Disc  મળવા યોગ્‍ય કુલ-૧૧૦ કર્મચારીઓનું ચયન કરવામાં આવેલ છે.

 

(3:39 pm IST)