Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

ગુજરાતમાં કોરોનાના XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો : મુંબઇ થી ફ્લાઇટ મારફતે વડોદરા આવેલ વ્યક્તિનો કોરોના XE સેમ્પલ ટેસ્ટ પોઝીટીવ આવ્યો

જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર લેબમાં મોકલેલ કોરોના સેમ્પલનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાતમાં કોરોના XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગથી મળતી વધુ વિગતો અનુસાર મુંબઇ થી ફ્લાઇટ મારફતે વડોદરા આવેલ ૬૭ વર્ષીય પુરુષ વ્યક્તિનું સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. આઇ.સી.એમ.આર.ની ગાઇડલાઇન પ્રમાણે સેમ્પલને ટેસ્ટીંગ માટે જીનોમ સિકવ્ન્સીંગ લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું હતુ. જેનો ગઇ કાલ રાત્રે રિપોર્ટ આવતા આ સેમ્પલ ટેસ્ટીંગ રીપોર્ટ પોઝીટીવ જણાઇ આવ્યો છે. 

આ દર્દીના કોરોના ટેસ્ટીંગ સેમ્પલ માં XE વેરિયન્ટસના જીનોમ સિકવન્સ મળી આવ્યા છે. આમ ગુજરાતમાં XE વેરિયન્ટસના જીનોમ સિકવન્સ વાળા કોરોનાગ્રસ્ત દર્દીનો પ્રથમ કેસ નોંધાયો છે. ઉક્ત દર્દીની આરોગ્ય તપાસ અર્થે અન્ય રીપોર્ટસ કરતા દર્દી કોમોર્બિડ હોવાનું પણ જણાઇ આવ્યું છે. 

દર્દીના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિઓના કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. 

હાલ આ કોરોનાગ્રસ્ત દર્દી મુંબઇ ખાતે છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દી સાથે ટેલિફોનિક સંવાદ કરીને સ્વાસ્થ્ય સ્થિતિ પૂછતા દર્દીની હાલત સંપૂર્ણ પણે સ્થિર હોવાનું જણાઇ આવેલ છે. 

આરોગ્ય વિભાગ દ્વારા  પ્રિકોશનના ભાગ રૂપે વડોદરાના સ્થાનિક વિસ્તારમાં કોવિડ ગાઇડલાઇન અનુસાર નિયત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (માહિતી સૌજન્ય - અમિતસિંહ ચૌહાણ)

(12:07 pm IST)