Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

જયપુર ખાતે જલ જીવન મિશન-સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું .

જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની ઉપસ્થિતિમાં જયપુર ખાતે જળ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ પ્રગતિની સમીક્ષા કરવા રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ

રાજસ્થાનના જયપુર ખાતે જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજાયેલ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ભાગ લઇને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની ઉપસ્થિતિમાં જયપુર ખાતે જળ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરવા રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે  શેખાવતના અધ્યક્ષપદે પ્રાદેશિક પરિષદની બેઠકમાં આઠ રાજ્યો ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દમણ- દીવ તથા દાદરા અને નગર હવેલી સહિતના રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લઇને મિશનને જનઆંદોલન અને જનભાગીદારી બનાવવાના પ્રયાસોની સમીક્ષા કરવામાં આવી છે.
આ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્ય વતી ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ભાગ લીધો હતો.

(10:44 am IST)